રાજ્યમાં પોલીસ દારની બદી સાથે પોલીસ કડક હાથે કામ લઈ રહી છે, ત્યારે રાજકોટમાં ખુદ એક પીએસઆઈ દારૂની બોટલ સાથે પકડાતા ચકચાર ફેલાઈ છે.
રાજકોટમાં ટ્રાફિક પીએસઆઈ તરીકે ફરજ બજાવતા જે. બી. મકવાણા ગ્રીન લેન્ડ ચોકડી પાસેથી દારૂની બોટલ સાથે ઝડપાઈ ગયા છે. તેમની સાથે એક ટ્રાફિક વોર્ડન પણ ઝડપાયો છે. રાજકોટ બી ડિવિઝન પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. દારૂ સાથે પકડાયેલા પીએસઆઈ સામે હવે ખાતાકીય પગલાં પણ લેવાઈ શકે છે.