રાજ્યમાં દારૂ બાદ હવે માદક પર્દાથના વેચાણનો રાફડો ફાટી નીકળ્યો છે,ગાંજા ડ્ગ્સ ચરસ સહિતના માદક પર્દાથનો દૂષણ દિવસેને દિવસે સમ્રગ રાજ્યમાં અજગરી ભરડો લઇ રહ્યો છે. જેમાં ગુજરાતના યુવાધનને નાશાના રવાડે ચડાવી પેડલરો લાખો રૂપિયા ખંખેરી રહ્યા છે. રાજ્યમાં મોટા મહાનગરોમાં ગાંજો ડ્રગ્સ અને નશાનો કાળો કારોબાર બેફામપણે ફૂલીફાલી રહ્યો છે. રાજકોટ પોલીસે પેડલરો સામે લાલઆંખ કરી છે. નશાના વ્યવસાય સાથે સંકળાયેલા તત્વો સામે તવાઇ બોલાવી છે.
રાજકોટ એસ ઓ જી ખાનગી રાહે બાતમી મળી હતી કે શહેરના બાલાજી હોલ પાછળ આવેલા સરકારી આવાસમાં એક શખ્સ દ્રારા પોતાની પાસે ગાંજો રાખી ધૂમ વેચાણ કરી રહ્યો છે.ચોક્કસ બાતમી અધારે એસ ઓ જીને ટીમે ડમી ગ્રાહક મોકલતા યુવક ગાંજો વેચતો જેના અધારે તેને ગાંજાના જથ્થા સાથે દબોચી પાડ્યુ હતુ જેમાં અબ્દુલ કાદરી નામના પેડલરની તાલાશી લેતા 1400 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો આ અંગે પોલીસે NDPS એક્ટ વિરુદ્દ ગુનો નોંધી મુદ્દામાલની કબજો કર્યો હતો