અમદાવાદમાં 10 વર્ષમાં 12 હજાર વૃક્ષોનું નિકંદન કાઢ્યું
- અદાણી હવાઈ મથકના 1465 વૃક્ષોનું પ્રત્યાર્પણ મફતમાં કરી આપ્યું
- રી પ્લાન્ટેશનનું રૂ. 4 કરોડનું મશીન પડી રહ્યું
દિલીપ પટેલ
અમદાવાદ, 23 સપ્ટેમ્બર 2025
અમદાવાદ શહેર ગરમ બની ગયું છે. તાપમાન ઓછું કરવાના કામ કાગળ પર છે. વર્ષો જુના વૃક્ષોને પરિયોજનાઓ માટે કાપવામાં આવે છે. રૂ. 4 કરોડ 5 લાખની કિંમતે રી-પ્લાન્ટ કરવા માટે મશીન લીધું છે, જેમાં આજ સુધીમાં 180 એક જગ્યાએથી વૃક્ષને ઉપાડી બીજી જગ્યાએ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. પણ રૂ. 4 હજારની કિંમતે વૃક્ષ કાપવાનું મશીન ખરીદીને વૃક્ષ કાપવાનું શહેરના મેયર પસંદ કરી રહ્યાં છે.
અમદાવાદ મહાનગરપાલિકાએ વર્ષ 2015થી વર્ષ સપ્ટેમ્બર 2025 સુધીમાં 11 હજાર 806 વૃક્ષ પર કરવત ફેરવી નાખી છે. ઉત્તર અને દક્ષિણ વિસ્તારમાં 180 વૃક્ષોનું રિપ્લાન્ટેશન કરવામાં આવેલું છે.
ઉત્તર ઝોનમાં 1465 વૃક્ષો અદાણી એરપોર્ટ જગ્યામાં અદાણી કંપનીની જવાબદારી હોવા છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પોતાના ખર્ચે ટ્રાન્સપ્લાંટ કરી આપ્યા છે. જે ખરેખર તો અદાણી કંનીએ કરવાનું હતું.
ગુજરાત સરકાર દ્વારા અમદાવાદ શહેરને ગ્રીન બનાવવા માટે રી પ્લાન્ટેશનનું રિ-ટ્રાન્સ પ્લાન્ટર મશીન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આપવામાં આવ્યું છે. મશીન ગ્યાસપુર નર્સરી ખાતે છેલ્લા ત્રણ વર્ષથી બંધ હાલતમાં પડેલું છે. ટ્રી ટ્રાન્સપ્લાન્ટ મશીન પણ આ જ ઓક્સિજન પાર્કમાં મૂકી દેવાયું છે.
વૃક્ષોને કાપવાને બદલે વૃક્ષોને અન્ય સ્થળે ટ્રાન્સપ્લાંટ કરવા જરૂરી છે.
બગીચા, ગ્રીન અમદાવાદ, ઓક્સિજન પાર્ક બનાવે છે પણ ગ્રીન અમદાવાદના બદલે કોન્ક્રીટનું અમદાવાદ બની રહ્યું છે.
રાજ્યનું પહેલું ટ્રી ટ્રાન્સપ્લાંટ મશીન ગાંધીનગરમાં 2007માં વસાવવામાં આવ્યું હતું. મૂળ સાથે વૃક્ષને એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રત્યારોપણ કરવા માટે સમગ્ર રાજ્યમાં ફક્ત ગાંધીનગર પાસે જ ટ્રી ટ્રાન્સપ્લાન્ટ મશીન હતું.
ગાંધીનગર
રૂ. 2 કરોડથી પણ વધારે ખર્ચનું આ મશીન પૂર્વ સ્વ. વન સચિવ એસ કે નાંદાના સમયે વસાવવામાં તો આવ્યું હતું. 2021માં તેનો ઉપયોગ થતો ન હતો. મશીન સેક્ટર 17માં વન વિભાગની મુખ્ય કચેરીમાં ધૂળ ખાઈ રહ્યું હતું. ગાંધીનગર વન વિભાગ પાસે અગાઉ પણ ટ્રી ટ્રાન્સપ્લાન્ટ મશીન હતું તે વખતે ગાંધીનગર સહિત અન્ય જગ્યાએથી ઘણા બધા વૃક્ષોનું પ્રત્યારોપણ કરવામાં આવ્યા હતા.
વૃક્ષોને કાપવાના બદલે મૂળ સહિત અન્ય જગ્યાએ પ્રત્યારોપણ કરી શકાય તે માટે વન વિભાગે તેની ખરીદી કરી હતી. તાલીમબધ્ધ ડ્રાઇવર અને હેલ્પર કંપનીએ આપ્યા હતા. સરકાર પાસે તેના ડ્રાઈવર ન હતા.
30 ટકા સફળ
100માંથી 30 વૃક્ષો બચે છે. 70 ટકા નાશ પામે છે. ટ્રાન્સપ્લાન્ટ ટ્રીનો સફળતાનો ગુણોત્તર 30 ટકા છે. હાઇટેક મશીનથી વૃક્ષ મૂળ સાથે ઉખેડીને તેનું પ્રત્યારોપણ કરવામાં આવે છે. કેટલાક જાતના અને થડનો ઓછો ઘેરાવો ધરાવતા વૃક્ષોનું જ પ્રત્યારોપણ કરવું શક્ય બને છે. પ્રત્યારોપણ કરવા ખાડો કરવો પડે છે.
વૃક્ષોને કાપવાને બદલે તેનું પ્રત્યારોપણ કરવા માટે ખરીદ્યું હતું. એક વૃક્ષ ટ્રાન્સપ્લાન્ટ કરવાનો વનવિભાગનો ચાર્જ રૂ. 5500 2021 પહેલા હતો.
મશીન
વૃક્ષ પ્રત્યાર્પણનું ટ્રકના એન્જીંન દ્વારા હાઇડ્રોલીક પ્રેશર ઉત્પન્ન કરીને કરવામાં આવે છે. શંકુ આકારમાં 4 બ્લેડને એવી રીતે ગોઠવવામાં આવે છે કે તે જમીનમાં 5’ ફૂટ નીચે ખૂંપી શકે, ટોચનો વ્યાસ 9’ અને નીચેનો વ્યાસ 4” હોય. જ્યારે તમામ બ્લેડ જમીનમાં ખૂંપી જાય ત્યારે પૃથ્વીના ભાગને જમીનના ભાગથી ઉપર ઉઠાવવામાં આવે છે, આ રીતે ખાડો ખોદી અથવા તો મૂળિયા સાથે વૃક્ષને ઊંચકવામાં આવે છે.
બે મોડેલ
90ડી- મૂળમાં 90 સેમીનો ઘેરાવો ધરાવતા વૃક્ષો ઉચકી શકવાની ક્ષમતા
100ડી- મૂળમાં 100 સેમીનો ઘેરાવનો ધરાવતા વૃક્ષોને ઉચકવાની ક્ષમતા
પાયામાંથી 100 સેમીથી ઓછા ઘેરાવો ધરાવતા વૃક્ષોનું પ્રત્યારોપણ સલાહભર્યું નથી.
બે દિવસ અગાઉથી જ જમીનમાં પાણી નાખવામાં આવે છે. પ્રત્યારોપણ કરવાનું છે તે સ્થળ પર પાણી નાખવું જોઇએ.
વૃક્ષના 1/3 ભાગને કાપી નાખવામાં આવે છે.
આડા વૃક્ષો અથવા ડાળીઓ ફૂટતી હોય તેવા વૃક્ષોનું પ્રત્યાર્પણ કરવામાં આવતું નથી.
પરિવહન-હેરફેર
એક વખત જ્યારે વૃક્ષને ઉખેડવામાં આવે ત્યાર બાદ આખા વૃક્ષ સહિતના બાઉલને ટ્રકની ચેસિસ ઉપર ઉઁચુ મુકવામાં આવે છે. ડાળીઓને ક્યાં તો બાંધી દેવાય છે અથવા તો તેને કાપી નાખવામાં આવે છે.
ઉધઇ પ્રતિરોધક, બેક્ટેરિયા પ્રતિરોધક, ફૂગ પ્રતિરોધક પ્રક્રિયામાં ખાડાના 1/3 ભાગને પાણીથી ભરી દેવામાં આવે છે. જેમાં 50 ગ્રામ ફોરેટ પાવડર, 30 મીલી બેક્ટેરિયા પ્રતિરોધક પ્રવાહી, ફૂગ પ્રતિરોધક પ્રવાહી 30 મીલી, 20 મીલી રૂટ પ્રમોટર (આઇબીએ મિશ્રણ), અગાઉથી જ મિત્રણ કરી ખાડામાં નાખવામાં આવે છે. 10-15 કિલો જૈવિક ખાતર નાખવામાં આવે છે.
પ્રથમ મહિનાના પ્રત્યેક સપ્તાહમાં બેથી ત્રણ વખત પાણી આપવું અને ત્યાર બાદ દરેક સપ્તાહે એક વખત પાણી એક મહિના સુધી આપવું યોગ્ય રહે છે. એક માસમાં તમામ પાંદડા ખરી જાય છે. ત્યાર બાદ જ નવા પાંદડા ફૂટી નીકળે છે.
સ્પ્રે પંમ્પ, તગારું, હાથના મોજા, પાવડો, ડાળીઓ કાપવા કે ટૂંકી કરવા વાળવા માટેનું સાધન હોય છે.
10 વૃક્ષોનું પ્રત્યારોપણ એક દિવસમાં થઇ શકે છે, જ્યારે રોડની આસપાસ 2 વૃક્ષોનું પ્રત્યારોપણ થઇ શકે છે.
ચોમાસુ અને શિયાળાની ઋતુમાં સફળતા વધારે રહે છે.
ગાંધીનગરમાં બે વર્ષમાં અંદાજે 1500 વૃક્ષો પ્રત્યાર્પિત કરવામાં આવ્યા હતા. જેનો સફળતાનો દર 85 હતો. ગરમીની મોસમમાં વૃક્ષ પ્રત્યારોપણ નિષ્ફળ જવાના કિસ્સા વધુ બને છે. બાવળ, લીમડો, એઇલેન્થસ વિગેરે વૃક્ષોનો સફળતાનો દર અન્ય વૃક્ષોની સરખામણીમાં ઓછો હોય છે.
વૃક્ષ પ્રત્યારોપણ ખર્ચે
પ્રત્યારોપણ અને પ્રત્યારોપણ બાદની માવજત સહિતનો વૃક્ષ દીઠ ખર્ચે રૂ.4000ની આસપાસ થાય છે.