Pineapple Raita કેટલાક લોકો બપોરના ભોજનમાં દહીં કે રાયતા ચોક્કસ ખાતા હોય છે, પરંતુ જો તમે દરરોજ સાદું દહીં ચાખીને કંટાળી ગયા હોવ તો આ વખતે તમે પાઈનેપલ રાયતા બનાવીને ખાઈ શકો છો. પાઈનેપલ એક એવું ફળ છે કે તેમાંથી બનાવેલ રાયતા તમને એક અલગ જ સ્વાદ આપશે. ચાલો જાણીએ તેને બનાવવાની રીત વિશે.
સામગ્રી
પાઈનેપલ – 40 ગ્રામ (બાફેલી)
દહીં – 120 ગ્રામ
કોથમીર – 1 ચમચી
દાડમના દાણા – 2 ચમચી
જીરું પાવડર – 1/4 ચમચી
કાળું મીઠું – 1/8 ચમચી
કાળા મરી – 1/4 ચમચી
ધાણા પાવડર – 1/4 ચમચી
બનાવવાની રીત
1. સૌપ્રથમ એક બાઉલમાં દહીં નાંખો અને તેને સારી રીતે બીટ કરો.
2. પછી તેમાં દાડમના દાણા ઉમેરો.
3. દાડમના દાણા નાખ્યા પછી તેમાં પાઈનેપલ અને સમારેલી કોથમીર ઉમેરો.
4. આ પછી દહીંમાં કાળું મીઠું, કાળા મરી અને જીરું પાવડર ઉમેરો.
5. દહીંમાં બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરો.
6. તમારું ટેસ્ટી પાઈનેપલ રાયતા તૈયાર છે.
7. તમે લંચ તરીકે તેનું સેવન કરી શકો છો.