દિવાળી 2025: ફ્લાઇટ ટિકિટમાં 50% સુધીનો વધારો, જાણો મુખ્ય રૂટના ભાડા
૩ સપ્ટેમ્બરના રોજ, GST કાઉન્સિલે એક મોટો નિર્ણય લીધો અને કર માળખામાંથી બે સ્લેબ દૂર કર્યા. આનાથી ઘણી રોજિંદા વસ્તુઓ સસ્તી થશે. દિવાળી પહેલા સરકાર તરફથી આને “ઉત્સવ ભેટ” માનવામાં આવી રહી છે.
પરંતુ બીજી તરફ, એરલાઇન્સ દ્વારા તહેવારની ખુશી પર પાણી ફરી વળ્યું છે. દિવાળીના અઠવાડિયામાં હવાઈ ભાડા આસમાને પહોંચી રહ્યા છે, અને ઘણા રૂટ પર ૩૦% થી ૫૦% સુધીનો વધારો જોવા મળી રહ્યો છે.
કયા રૂટ પર ટિકિટ કેટલી મોંઘી થઈ?
બુકિંગ પ્લેટફોર્મ ixigo ના તાજેતરના ડેટા અનુસાર:
રૂટ | 2024 સરેરાશ ભાડું | 2025 સરેરાશ ભાડું | વધારો (%) |
---|---|---|---|
મુંબઈ–પટણા | ₹11,000 (અંદાજે) | ₹14,540 | +32% |
બેંગલુરુ–લખનૌ | ₹6,720 | ₹9,899 | +47% |
મુંબઈ–લખનૌ | ₹6,974 | ₹10,264 | +47% |
દિલ્હી–કોલકાતા | ₹6,861 | ₹9,377 | +37% |
દિલ્હી–પુણે | ₹6,050 | ₹7,921 | +31% |
મુંબઈ–હૈદરાબાદ | ₹5,047 | ₹5,823 | +15% |
મુંબઈ–ચેન્નઈ | ₹6,216 | ₹7,291 | +14% |
અમદાવાદ–દિલ્હી | ₹5,604 | ₹6,363 | +14% |
દિલ્હી–બેંગલુરુ | ₹8,695 | ₹10,254 | +18% |
મુંબઈ–ગોવા | ₹4,025 | ₹4,386 | +9% |
મુંબઈ–બેંગલુરુ | ₹4,387 | ₹4,910 | +12% |
ભાડા કેમ વધી રહ્યા છે?
- માંગ વધારે, પુરવઠો ઓછો: એરલાઇન્સ ઓક્ટોબરમાં દર અઠવાડિયે માત્ર ૨૨,૨૦૯ સ્થાનિક ફ્લાઇટ્સ ચલાવશે, જે ગયા વર્ષ કરતા ૩% ઓછી છે.
- એર ઇન્ડિયા તેના એરક્રાફ્ટ અપગ્રેડ પ્રોજેક્ટને કારણે ઘણા રૂટ પર ઘટાડો કરી રહી છે.
ઇન્ડિગોએ કેટલીક ફ્લાઇટ્સ વધારી છે, પરંતુ તે માંગને પહોંચી વળવા માટે પૂરતી નથી.