ભારતમાં 24 ઓગસ્ટે લોન્ચ થશે નવી Renault Kiger Facelift, ટીઝર વીડિયો થયો જાહેર
રેનો (Renault) ટૂંક સમયમાં જ પોતાની લોકપ્રિય કોમ્પેક્ટ એસયુવી Kiger faceliftને ભારતમાં લોન્ચ કરવા જઈ રહી છે. કંપનીએ સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે નવી Kiger Facelift 24 ઓગસ્ટ 2025ના રોજ ભારતીય બજારમાં રજૂ થશે. લોન્ચ પહેલા બ્રાન્ડે તેનો શોર્ટ ટીઝર વીડિયો શેર કર્યો છે, જેમાં અપડેટ કરેલો લોગો અને કેટલીક ડિઝાઇન ડિટેલ્સ જોવા મળી છે.
ટીઝર વીડિયોથી શું સંકેત મળ્યા?
- Renault અત્યાર સુધી Kiger faceliftના બે ટીઝર વીડિયો રજૂ કરી ચૂકી છે.
- પહેલા વીડિયોમાં લીલા રંગની બોડી અને અપડેટ કરેલા C-શેપ LED ટેલલેમ્પની ઝલક મળી હતી.
- નવા વીડિયોમાં કંપનીએ ફ્રન્ટ ગ્રિલ પર નવો 2D ડાયમંડ લોગો બતાવ્યો છે. આ જ લોગો તાજેતરમાં લોન્ચ થયેલી Triber Faceliftમાં પણ જોવા મળ્યો હતો.
- જોકે, હજી સુધી આખી કારની ઝલક સામે આવી નથી.
ડિઝાઇન અને સ્ટાઈલ
- સ્પાય શોટ્સ અને ટીઝરથી જે માહિતી સામે આવી છે, તે મુજબ Kiger faceliftનો એકંદર સિલુએટ પહેલા જેવો જ છે.
- એલોય વ્હીલ્સની ડિઝાઇન લગભગ જૂની જ રાખવામાં આવી છે.
- આગળથી જોતા સ્પ્લિટ હેડલેમ્પ સેટઅપ પહેલા જેવું જ દેખાય છે.
- નાના-મોટા કોસ્મેટિક અપડેટ્સ સાથે આ એસયુવી વધુ પ્રીમિયમ લુક આપી શકે છે.
એન્જિન અને પાવર ઓપ્શન
નવી Kiger Faceliftમાં પણ એન્જિન વિકલ્પ જૂના મોડેલ જેવા જ રહેવાની સંભાવના છે:
- 1.0-લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન
પાવર: 72hp
ટ્રાન્સમિશન: MT અને AMT
rethought. redesigned. recreated. new #Renault #Kiger. coming soon pic.twitter.com/pKXjtV02wl
— Renault India (@RenaultIndia) August 20, 2025
- 1.0-લિટર ટર્બો પેટ્રોલ એન્જિન
પાવર: 100hp
ટ્રાન્સમિશન: MT અને CVT
આ ઉપરાંત, કંપની CNG વેરિઅન્ટને ડીલર-લેવલ ફિટમેન્ટ તરીકે પણ રજૂ કરી શકે છે.
ક્યારે થશે લોન્ચ?
નવી Renault Kiger Faceliftને 24 ઓગસ્ટ 2025ના રોજ ભારતમાં સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવશે. લોન્ચ બાદ તેના ફિચર્સ, કિંમત અને વેરિઅન્ટ્સની જાણકારી સામે આવશે.