પંતે આપી કડક ચેતવણી, પણ LSG ના સ્પિનરે ફેંક્યો પડકાર “મને કોઈ નહીં રોકી શકે!”

3 Min Read

‘મને કોઈ રોકી શકશે નહીં’  ઋષભ પંતની કડક સૂચના છતાં LSG ના સ્પિનર દિગ્વેશ રાઠીના તેવર અકબંધ

આઈપીએલ 2026 (IPL 2026) ની સીઝન શરૂ થવા જઈ રહી છે ત્યારે મેદાન પર ખેલાડીઓ વચ્ચેની સ્પર્ધાની સાથે સાથે મેદાન પરના વર્તનને લઈને પણ ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. ખાસ કરીને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) ના મિસ્ટ્રી સ્પિનર દિગ્વેશ રાઠી ફરી એકવાર પોતાની આક્રમક સેલિબ્રેશન સ્ટાઈલને કારણે ચર્ચામાં આવ્યા છે. ગત સીઝનમાં પોતાની બોલિંગ કરતા પણ વધુ પોતાના ‘ઓવર-ધ-ટોપ’ સેલિબ્રેશનથી જાણીતા થયેલા રાઠીએ સ્પષ્ટ કરી દીધું છે કે તે પોતાની સ્ટાઈલ બદલવાનો નથી.

divyesh1.jpg

- Advertisement -

શું છે આખું પ્રકરણ?

26 વર્ષીય દિગ્વેશ રાઠીએ IPL 2025 માં લખનૌ માટે શાનદાર પ્રદર્શન કરતા 13 મેચમાં 14 વિકેટ ઝડપી હતી. જોકે, વિકેટ લીધા બાદ તે જે રીતે બેટ્સમેનને ‘નોટબુક સેલિબ્રેશન’ કરીને વિદાય આપતો હતો, તે વિવાદનું કારણ બન્યું હતું. આ વર્તનને કારણે IPL ગવર્નિંગ કાઉન્સિલે તેને ત્રણ વખત સજા કરી હતી અને એક મેચ માટે સસ્પેન્ડ પણ કર્યો હતો. તેમ છતાં, આ યુવા સ્પિનરના ઉત્સાહમાં કોઈ ઘટાડો થયો નથી.

કેપ્ટન ઋષભ પંતની ‘ખાસ’ શરત

આ વર્ષે લખનૌ સુપર જાયન્ટ્સની કમાન ઋષભ પંતના હાથમાં છે. પંત અને ટીમના કોચ જસ્ટિન લેંગરે દિગ્વેશને પોતાનું કુદરતી પ્રદર્શન ચાલુ રાખવા માટે પ્રોત્સાહન તો આપ્યું છે, પણ સાથે એક કડક શરત પણ મૂકી છે.

- Advertisement -

દિગ્વેશે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, “મારો ઈરાદો કોઈનું અપમાન કરવાનો ક્યારેય નહોતો અને આજે પણ નથી. પરંતુ મને સેલિબ્રેશન કરતા કોઈ રોકી શકે નહીં. જો કોઈ બેટ્સમેન સદી ફટકાર્યા પછી હેલ્મેટ ઉતારીને સેલિબ્રેશન કરી શકે, તો બોલર તરીકે મને પણ હક છે. ઋષભ ભાઈ અને મેનેજમેન્ટે મને માત્ર એટલું જ કહ્યું છે કે, ‘તું જેવો છે તેવો જ રહે, બસ તારા પર બેન (Ban) ન લાગે તેનું ધ્યાન રાખજે.'”

divyesh.jpg

દિગ્વેશ રાઠી માટે જોખમ કેમ છે?

દિગ્વેશ માટે આ સીઝન પડકારજનક હોઈ શકે છે કારણ કે તેના નામે પહેલેથી જ 5 ડિમેરિટ પોઈન્ટ્સ બોલે છે. IPL ના નિયમો મુજબ:

  1. ડિમેરિટ પોઈન્ટ્સ રેકોર્ડ પર 36 મહિના સુધી રહે છે.
  2. જો તેના ડિમેરિટ પોઈન્ટ્સ વધીને 8 થશે, તો તેને 2 મેચ માટે સસ્પેન્ડ કરવામાં આવશે.
  3. જો તે 11 પોઈન્ટ્સ પર પહોંચશે, તો તેને 3 મેચ માટે બહાર બેસવું પડશે.

ગયા વર્ષે અભિષેક શર્મા સાથે થયેલી તીખી બોલાચાલી અને દિલ્હી પ્રીમિયર લીગમાં નીતીશ રાણા સાથે થયેલી હાથાપાઈ જેવી ઘટનાઓને જોતા, દિગ્વેશે આ વખતે ખૂબ જ સાવધ રહેવું પડશે.

- Advertisement -

1 એપ્રિલે ફરી જામશે જંગ

સંજોગોવશાત્, લખનૌ સુપર જાયન્ટ્સ તેની પહેલી મેચ બુધવારે, 1 એપ્રિલના રોજ દિલ્હી કેપિટલ્સ સામે રમવાની છે. આ મેચમાં દિગ્વેશ રાઠી અને નીતીશ રાણા ફરી એકવાર સામસામે હશે. લખનૌના ઈકાના સ્ટેડિયમમાં રમાનારી આ મેચમાં જોવાનું એ રહેશે કે દિગ્વેશ પોતાની સ્પિન જાળમાં બેટ્સમેનોને ફસાવે છે કે પછી ફરી કોઈ નવા વિવાદને જન્મ આપે છે.

TAGGED:
Share This Article