નવાઈ લાગશે પણ સાચું: અહીંના લોકો રોડ બનાવવા માટે ઈંડા વાપરે છે! રોડની મજબૂતીનું લાઈવ પ્રૂફ જુઓ
તમે આજ સુધી ઘણી વાર ઇંડા ખાધા હશે. દેશી-બૉયલર ઇંડામાંથી અનેક પ્રકારની વાનગીઓ બને છે. કોઈ તેને બાફીને ખાય છે તો કોઈ તેનું ઑમલેટ બનાવીને ખાય છે. પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે આ ઇંડામાંથી સડક (રોડ) બને છે? જી હા, અમે મજાક નથી કરી રહ્યા. સોશિયલ મીડિયા પર એવી ઘણી પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ઇંડામાંથી બનેલી સડક મજબૂતીમાં દરેક રસ્તાને ટક્કર આપે છે.
ભારતમાં રસ્તાઓ બનતાની સાથે જ તૂટવા લાગે છે અને ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય થઈ જાય છે. પરંતુ ચીનના રસ્તાઓ? તે તો વર્ષોવર્ષ ચમકતા રહે છે, એક પણ તિરાડ વગર! આનું રહસ્ય શું છે? ઇંડા! જી હા, તમે સાચું વાંચ્યું.
શું છે દાવો?
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ જેમ કે ઇન્સ્ટાગ્રામ અને ટિકટૉક પર #EggRoadChina ટ્રેન્ડ કરી રહ્યું છે. વાયરલ વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ચીનના એન્જિનિયરો ઇંડાના છાલટાનો ફાઇન પાવડર બનાવીને તેને કોંક્રીટ મિક્સ માં ભેળવે છે, જે રસ્તાઓને સુપર મજબૂત બનાવી દે છે.
એક વીડિયોમાં તો એવું પણ બતાવવામાં આવ્યું કે રસ્તા પર ઇંડા ફેંકી દેવામાં આવ્યા અને પછી તેની ઉપર રોડનું નિર્માણ કરવામાં આવ્યું. આ વીડિયોને કરોડો વ્યૂઝ મળી ચૂક્યા છે.
રિસર્ચ પેપર્સ અનુસાર, ઇંડાના છાલટામાં કેલ્શિયમ કાર્બોનેટ હોય છે, જે સિમેન્ટને મજબૂત બનાવે છે અને તિરાડો પડતી અટકાવે છે.
બીજિંગ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ એક સ્ટડી પ્રકાશિત કરી હતી, જેમાં જણાવ્યું હતું કે એગશેલ પાવડર થી કોંક્રીટની સ્ટ્રેન્થ (શક્તિ) અનેક ગણી વધી જાય છે. આ મટિરિયલ માત્ર સસ્તું જ નથી, પરંતુ કચરાનો ઘટાડો (વેસ્ટ રિડક્શન) પણ કરે છે.
કચરાનો યોગ્ય ઉપયોગ અને મજબૂતી
ચીનમાં દર વર્ષે અબજો ઇંડાનું ઉત્પાદન થાય છે, જેના છાલટા કચરો બની જતા હતા. હવે તેને રીસાઇકલ કરીને રસ્તાઓ બનાવવામાં આવી રહ્યા છે.
ઉદાહરણ તરીકે, શાંઘાઈ-પુડોંગ એક્સપ્રેસવેનો એક સેક્શન આ જ ટેક્નોલોજીથી બનેલો છે, જે 50 કિલોમીટર લાંબો છે અને અત્યાર સુધી કોઈ મોટા મેન્ટેનન્સ વિના ચાલી રહ્યો છે.
View this post on Instagram
ચીની સરકારના રિપોર્ટ મુજબ, આનાથી સડકનું આયુષ્ય 30 વર્ષથી વધારીને 50 વર્ષ થઈ ગયું છે.
પર્યાવરણ મંત્રાલયે આને ‘ગ્રીન કન્સ્ટ્રક્શન’ નો એવોર્ડ પણ આપ્યો છે.
IIT દિલ્હીના પ્રોફેસર ડૉ. રાજેશ કુમારએ કહ્યું, “ઇંડા પાવડર જેવી આ નવીનતા (ઇનોવેશન) ભારતમાં પણ અપનાવી શકાય છે. આપણો દેશ દુનિયામાં સૌથી મોટો ઇંડા ઉત્પાદક છે અને છાલટાનો કચરો વાર્ષિક 10 લાખ ટન છે. જો આને રીસાઇકલ કરવામાં આવે તો રસ્તાઓ મજબૂત થશે અને પ્રદૂષણ પણ ઘટશે.”