Road Safety Crisis Gujarat: 3 હજાર કિ.મી. રસ્તા ધોવાયા, 16 હજાર ખાડાથી

By
Satya Day
Satya Day is a dedicated contributor at Satya Day News, delivering timely, factual, and insightful news updates across various categories including politics, current affairs, social issues,...
6 Min Read

Road safety crisis Gujarat ગુજરાતની સડકો મોતનો માર્ગ બની ગઈ

3 હજાર કિ.મી. રસ્તા ધોવાયા, 16 હજાર ખાડાથી

દિલીપ પટેલ

- Advertisement -

અમદાવાદ, 16 જૂલાઈ 2025

Road safety crisis Gujarat વરસાદમાં નબળા ગુણોને કારણે ગુજરાતમાં 3 હજાર કિ મી રસ્તાઓ 2025માં ધોવાઈ ગયાં હતા. 16 હજાર ખાડા માર્ગ પર પડ્યા હતા. જે ખરા અર્થમાં સરકાર માંડ 10 ટકા બતાવી રહી હોવાનું માનવામાં આવે છે. રાજ્યમાં તમામ માર્ગો પર દોઢ લાખ ખાડા હોઈ શકે છે.

- Advertisement -

રસ્તાની બિસ્માર હાલત ભ્રષ્ટાચારને પુરવાર કરે છે. નબળી ગુણવાાનું કામ છતાં પણ મળતિયા કોન્ટ્રાકટરો સામે કોઇ કાર્યવાહી ન કરી પણ ખાડા પૂરી સરકારે મોટી સિદ્ધિ મેળવી હોવાની પ્રસિદ્ધી લીધી હતી. 17 મહાનગરોમાં ભાજપની સરકારો છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ પાસે માર્ગ અને મકાન વિભાગની જવાબદારી છે.

હાલાકી કક્ષાના માર્ગ અને અકસ્માતોની સંખ્યામાં વધારો થયો હતો. રસ્તા તૂટી જવા, વરસાદી પાણીમાં ધોવાઇ જવાં એ સરકાર માટે શરમજનક વાત છે. રોડ સેફ્ટી 2024 પર ઇન્ડિયા સ્ટેટસ અહેવાલ અનુસાર, 1990માં દેશમાં માર્ગ અકસ્માતમાં ભારતીયના મૃત્યુની સંભાવના 40 % હતી. પરંતુ 2021 સુધીમાં આ આંકડો વધીને 600 % થઈ ગયો હતો. જે દર્શાવે છે કે માર્ગ અકસ્માતમાં મૃત્યુ ઝડપથી વધી રહ્યા છે.

ROAD Patch.jpg

- Advertisement -

2023માં 1.80 લાખ લોકોએ અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતો. જે ખરાબ માર્ગોને કારણે છે. કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે ભારતમાં 2023માં માર્ગ દુઘર્ટનામાં 1 લાખ 80 હજાર લોકોના જીવ ગયા હતા. જેમાં ગુજરાતનો હિસ્સો 5 ટકા આસપાસ હતો.

ભારતમાં દરરોજ 1263 માર્ગ અકસ્માતો અને 461 મૃત્યુ થાય છે. અને દર કલાકે 19 મૃત્યુ અને 53 માર્ગ અકસ્માતો. ગુજરાતમાં તેના 7 ટકા મોત થાય છે. દેશના કુલ અકસ્માતમાં ગુજરાતનો હિસ્સો 4 ટકા છે પણ મોત વધારે થાય છે.

ખરાબ માર્ગોને કારણે વાહન પસાર થવામાં 35 ટકા વધારે સમય લાગી રહ્યો હતો. નાગરિકોની ફરિયાદ પર માર્ગ મકાન વિભાગ દરકાર લેતા નથી. તેથી ‘ગુજમાર્ગ’ એપ્લિકેશન પર યુઝર્સની સંખ્યા 10,767 થી વધીને 28,449 થઈ હતી. સરકારની ખરાબ સડકોના કારણે 164 % નો વધારો ઓનલાઈન રજિસ્ટ્રેશનમાં થયો હતો.

સી આર પાટીલના નવસારી પાલિકાને રોજ ખાડા સંબંધિત 80 ફરિયાદ મળે છે. અહીં વોટ્‌સએપ પર ફરિયાદ લેવાનું શરૂ કરાયુ છે. ગુજમાર્ગ એપ પર રસ્તા પર ખાડાને લઇને ચાર હજારથી વધુ ફરિયાદો મળી હતી. રસ્તા ધોવાઇ જાય છે ત્યારે સરકારને કોન્ટ્રાકટરો વિરુદ્ધ પગલાં લેતી નથી. માત્ર ડામરના થીંગડા મારીને લોકોનો રોષ ઠારી દે છે. 6 મહિના પછી ફરી એવી જ હાલત થાય છે. ઓલ ગુજરાત ન્યૂઝના અહેવાલ પ્રમાણે 2021માં 30 હજાર ફરિયાદ સરકારને માર્ગ અને પુલ ખરાબ હોવા અંગે મળી હતી.

Nitin Gadkari.jpg

વરસાદી પાણીને કારણે અમદાવાદમાં 323 કિમી, રાજકોટમાં 378 કિમી, ગાંધીનગરમાં 177 કિમી રસ્તા ખરાબ થઈ ગયા હતા. શહેરોમાં 609 કિમી રસ્તા ધોવાયા હતા. 16 હજાર ખાડા પડ્યા હતા. દર ચોમાસામાં સમારકામનો દેખાડો થાય છે.

વલસાડ કલેકટરએ જાહેર કર્યું હતું કે, ખાડાથી કોઇનું મોત થાય તો માનવવધનો ગુનો દાખલ થશે. જો વલસાડ કલેકટર આ ફરમાન જારી કરી શકે તો આખા ગુજરાતમાં આનો અમલ કેમ થઇ શકે નહી, ગુજરાત સરકાર બધા કલેક્ટરોને આ ફરમાનનો અમલ કરવા કેમ આદેશ કરતી નથી.

માર્ગ અને ઝડપના કારણે 1 દાયકામાં, માર્ગ અકસ્માતમાં 50 લાખથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ અથવા વિકલાંગ બન્યા હતા. 13 લાખ 81 હજાર લોકોએ જીવ ગુમાવ્યા હતા. મોટાભાગના અકસ્માતો રાત્રે નવ વાગ્યાથી સવારે બે વાગ્યા દરમિયાન થાય છે.

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના જણાવ્યા અનુસાર, 2022માં 4,61,312 માર્ગ અકસ્માતો થયા હતા જેમાં 4,43,366 લોકો ઘાયલ થયા હતા. 1,68,491 લોકોના મોત થયા હતા.

સૌથી વધુ માર્ગ અકસ્માતો

તામિલનાડુ 13.9 ટકા
મધ્ય પ્રદેશ 11.8%,
કેરળ 9.5 %,
ઉત્તર પ્રદેશ 9%,
કર્ણાટક 8.6%,
મહારાષ્ટ્ર 7.2%,
રાજસ્થાન 5.1%,
તેલંગાણા 4.7%,
આંધ્રપ્રદેશ 4.6%,
ગુજરાત 3.4%

ટોચના 10 દેશોમાં ઉત્તર પ્રદેશ પ્રથમ આવે છે. અહીં 13.4 ટકા મૃત્યુ થયા છે. તે પછી તમિલનાડુ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કર્ણાટક, રાજસ્થાન, બિહાર, આંધ્રપ્રદેશ, ગુજરાત, તેલંગાણા છે.

2022
ઝડપથી વાહન ચલાવવું, મોબાઈલ પર વાત કરવી અને ક્યારેક સીટ બેલ્ટ અને હેલ્મેટ ન પહેરવાને કારણે કોઈએ મોત વધારે થાય છે. 2022માં 72 ટકા અકસ્માતો અને મોત ઝડપથી વાહન ચલાવવાના કારણે થયા હતા.

વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાથી 1.6 ટકા અકસ્માત થયા હતા. ઓલ ગુજરાત ન્યુઝના અહેવાલ પ્રમાણે 4.8 ટકા માર્ગ અકસ્માતો માર્ગની ખોટી બાજુએ વાહન ચલાવવાને કારણે થયા હતા.
નશામાં ડ્રાઈવિંગ સાથે સંકળાયેલા અકસ્માતોની ટકાવારી 2.5 ટકા હતી.

Accident.1.jpg

રાહદારીઓ અને બે પૈડાના વાહનો

રાહદારીઓ, સાઇકલ સવાર અને ટુ-વ્હીલર માર્ગ અકસ્માતનો સૌથી વધુ ભોગ બને છે. જ્યારે આ વાહનોને સૌથી વધુ અસર કરવા માટે ટ્રક જવાબદાર છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગો પ્રથમ સ્થાને છે જ્યાં સૌથી વધુ અકસ્માતો થાય છે. તે પછી રાજ્ય ધોરીમાર્ગો. બાકીના અકસ્માત બજારમાં અને ઉબડ ખાબડ રસ્તાઓ પર થાય છે.

જીવ ગુમાવનાર

25 ટકા લોકો 25-35 વર્ષની વચ્ચે હતા.

21 ટકા લોકો 18-25 વર્ષની વયના હતા.

5 ટકા લોકો 18 વર્ષથી નીચેના કિશોર અને બાળકો હતા.

કોણ જવાબદાર

માર્ગ મકાન પ્રધાન ભૂપેન્દ્ર પટેલ,

મુખ્ય સચિવ પંકજ જોશી,

મુખ્ય પ્રધાનના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ,

મુખ્ય પ્રધાનના સલાહકાર અને પૂર્વ માર્ચ સચિવ એસ. એસ. રાઠૌર,

શહેરી વિકાસ અગ્ર સચિવ એમ. થેન્નારસન,

મુખ્ય પ્રધાનના અધિક અગ્ર સચિવ અવંતિકા સિંઘ,

સચિવ ડૉ. વિક્રમ પાંડે,

માર્ગ મકાન સચિવ પટેલિયા ખરાબ માર્ગો અને માર્ગોના ભ્રષ્ટાચાર માટે જવાબદાર છે.

Share This Article
Satya Day is a dedicated contributor at Satya Day News, delivering timely, factual, and insightful news updates across various categories including politics, current affairs, social issues, and regional developments. With a passion for truth and responsible journalism, Satya Day ensures that every story reflects accuracy, neutrality, and public relevance. Stay connected with Satya Day for news that matters.