Rule Change SBI ક્રેડિટ કાર્ડના નિયમોમાં મોટો ફેરફાર: 15 જુલાઈથી બે મોટા બદલાવ લાગુ
- ન્યૂનતમ ચૂકવણી રકમમાં વધારો અને મફત હવાઈ અકસ્માત વીમો બંધ થવાનો નિર્ણય, યુઝર્સ માટે બેલેન્સ મેનેજમેન્ટ મહત્વપૂર્ણ બનશે
Rule Change જો તમે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની પેટાકંપની SBI કાર્ડ દ્વારા આપવામાં આવતું ક્રેડિટ કાર્ડ વાપરો છો, તો તમારા માટે એક મહત્વપૂર્ણ અપડેટ છે. 15 જુલાઈ 2025થી SBI ક્રેડિટ કાર્ડ સંબંધિત બે મોટા નિયમો બદલાવા જઈ રહ્યા છે. આ ફેરફારો આપના માસિક વળતરના પેમેન્ટ અને કાર્ડ સાથે મળતાં લાભોને સીધો અસર કરશે.
ફેરફાર નંબર 1: ન્યૂનતમ ચુકવણી રકમ (MAD)માં વધારો
SBI કાર્ડના જણાવ્યા મુજબ હવે ન્યૂનતમ ચુકવવાની રકમ એટલે કે Minimum Amount Due (MAD)માં વધારો થવાનો છે. 15 જુલાઈથી લાગુ થનારા નવા નિયમો મુજબ હવે મિનિમમ પેમેન્ટમાં નીચેની વસ્તુઓ સમાવિષ્ટ રહેશે:
- કુલ બાકી રકમનો ઓછામાં ઓછો 2%
- 100% GST
- EMI બેલેન્સ
- ફી અને ફાઇનાન્સ ચાર્જ
- ઓવરલિમિટ રકમ (જો હોય તો)
આનો અર્થ એ થયો કે હવે ક્રેડિટ કાર્ડની ન્યૂનતમ ચુકવણી પહેલાં કરતાં વધુ થવા જઈ રહી છે. જો તમે માત્ર MAD ચૂકવો છો, તો બાકીની રકમ પર વ્યાજ લાગતો રહેશે. તેથી કાર્ડધારકો માટે સલાહ છે કે સંપૂર્ણ બિલ ચુકવીને વ્યાજમાંથી બચવું વધુ ફાયદાકારક રહેશે.
ફેરફાર નંબર 2: મફત હવાઈ અકસ્માત વીમો હવે ઉપલબ્ધ નહીં હોય
SBI કાર્ડના બીજી મોટો બદલાવ એ છે કે હવે ઘણા પ્રીમિયમ કાર્ડ પર ઉપલબ્ધ મફત એર એક્સિડન્ટ ઈન્શ્યોરન્સ કવર બંધ થવાનું છે. અત્યાર સુધી SBI કાર્ડે તેમની પસંદગીની કેટેગરી જેવી કે:
- SBI Card ELITE
- SBI Card Miles ELITE
- SBI Card Miles Prime
આ કાર્ડ પર 50 લાખથી લઈને 1 કરોડ રૂપિયા સુધીનો મફત એર એક્સિડન્ટ કવર આપતા હતા. હવે આ સુવિધા 15 જુલાઈથી સમાપ્ત થઈ રહી છે.
યુઝર્સ માટે શું કરવું?
- ન્યૂનતમ ચુકવણીથી વધુ ચૂકવણી કરવાનો પ્રયાસ કરો
- તમારા કાર્ડના બેનિફિટ્સ અને વ્યાજ દરોની સમીક્ષા કરો
- વિમાની મુસાફરી કરતા હો તો અલગથી વ્યક્તિગત વીમો લેવાનું વિચારો
આ બંને ફેરફારો SBI કાર્ડધારકો માટે મોટા કદમ છે, અને ખર્ચ અને ફાયદાની યોજના ફરીથી કરવાની જરૂર પડી શકે છે. જો તમે SBI ક્રેડિટ કાર્ડના યૂઝર છો, તો તમારા ફાઈનાન્સ પ્લાનિંગમાં સમયસર ફેરફાર કરવો જરૂર છે.