Ahmedabad: ‘સફેદ પરિંદે’ ગરબાનું ધમાકેદાર લોન્ચિંગ

Arati Parmar
1 Min Read

Ahmedabad: રિવરફ્રન્ટ પરથી ઓફિશિયલ લોન્ચ, પાસ રૂ.7000થી શરૂ

Ahmedabad: નવરાત્રિ નજીક આવતાં, અમદાવાદના લોકપ્રિય અને લક્ઝુરિયસ ગરબા “સફેદ પરિંદે”નું આ વર્ષે ત્રીજી વખત આયોજન કરવામાં આવી રહ્યું છે. શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલા અક્ષર રિવર ક્રૂઝ ખાતે ગરબાનું ઔપચારિક લોન્ચિંગ તાજેતરમાં કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટ હવે શહેરના સૌથી વધુ પ્રીમિયમ કલ્ચરલ ફેસ્ટિવલ્સમાંનું એક ગણાય છે, જેમાં ભાગ લેવા માટે પાસની કિંમત રૂ.7000થી શરૂ થઈને રૂ.25000 સુધી જાય છે.

Ahmedabad

આ ગરબાની વિશિષ્ટતા એ છે કે અહીં પ્રવેશ મેળવનાર લોકો “સફેદ કપડાં”માં જ આવે છે અને સમગ્ર આયોજન “સનાતન ધર્મની” મૂલ્યવત્તાઓ પર આધારિત રહે છે. આયોજકોના જણાવ્યા મુજબ, 10,000 લોકોની ક્ષમતા ધરાવતું ગ્રાઉન્ડ હોવા છતાં, ભીડ નિયંત્રણ માટે માત્ર 2,500 પાસ જ વેચવામાં આવશે.

આ ગરબાને એક અલ્ટ્રા-લક્ઝુરિયસ અને VIP અનુભવ તરીકે રજુ કરવામાં આવી રહ્યો છે, જેમાં પાર્કિંગ, આરામદાયક બેઠકો, પીણાં-જમવાનું અને સુરક્ષા જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે.

Ahmedabad

આયોજક નમ્રતા અને આકાશ પટવાએ જણાવ્યું કે, “અમે માત્ર લોકોની મનોરંજન માટે નહીં પણ સાંસ્કૃતિક અને ધાર્મિક ભાવનાને જીવંત રાખવા માટે આ ગરબાનું આયોજન કરીએ છીએ. લોકો ફેક વેબસાઈટ્સથી બચી, માત્ર અમારી ઓફિશિયલ સાઇટ પરથી પાસ ખરીદે તેવી અપીલ કરીએ છીએ.”

TAGGED:
Share This Article