ઉપવાસ માટેનો આ બેસ્ટ વિકલ્પ: સમા ઉપમા જે પચવામાં સરળ અને પોષક તત્વોથી ભરપૂર
આજના વ્યસ્ત જીવનમાં લોકો તેમના આરોગ્ય માટે વધુ સચેત બન્યા છે અને ખોરાકમાં હેલ્ધી વિકલ્પોની શોધમાં છે. ખાસ કરીને નાસ્તાની વાત આવે તો, એક હળકો, પોષક અને ઊર્જાવાન નાસ્તો દિવસની શરૂઆત માટે જરૂરી બની ગયો છે. આવી સ્થિતિમાં સમા ભાત અને તેમાંથી બનેલો સમા ઉપમા એક શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થાય છે. સમા ઉપમા માત્ર સ્વાદિષ્ટ જ નથી, પણ તે ગ્લુટેન ફ્રી, પાચવામાં સરળ અને પોષક તત્વોથી ભરપૂર છે.
સમા ભાત, જેને ફાસ્ટિંગ રાઇસ તરીકે પણ ઓળખવામાં આવે છે, ઉપવાસ અને હેલ્ધી લાઈફસ્ટાઈલ માટે યોગ્ય છે. આ વાનગીમાં ડુંગળી કે લસણની જગ્યા મગફળી, બટાકા, લીલા મરચાં અને હળવા મસાલા લેવા સાથે તેનો સ્વાદ વધુ વધી જાય છે. ઉપરથી લીંબુ અને લીલા ધાણા ઉમેરવાથી તેને ખાસ તાજગી મળે છે.
ઘરે સમા ઉપમા બનાવવાનું સરળ છે. પહેલા સમા ચોખાને ધોઈને 10 મિનિટ માટે પલાળવું. પેનમાં ઘી ગરમ કરીને કઢી પત્તા, લીલા મરચાં અને આદુ હલકું તળવું. ત્યારબાદ સમારેલા બટાકા અને મગફળી ઉમેરવી. હવે પલાળેલા સમા ચોખા ઉમેરો અને 2 કપ પાણી તથા સિંધવ મીઠું નાખીને 8-10 મિનિટ માટે ઢાંકીને રાંધો. પાણી બાષ્પીભવન થયા પછી ગેસ બંધ કરો અને લીંબુનો રસ તથા લીલા ધાણા સાથે પીરસો.