San Rachel: પ્રખ્યાત મોડેલ અને ઇન્ફ્લુએન્સર સાન રેચલનું 26 વર્ષની વયે નિધન, સુસાઇડ નોટ મળી
San Rachel: મોડેલ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સાન રેચલ (અસલી નામ શંકરપ્રિયા)ના નિધનના સમાચાર સામે આવ્યા છે. 26 વર્ષીય સાન રેચલે કથિત રીતે આત્મહત્યા કરી લીધી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે તેઓ ગંભીર આર્થિક તકલીફોમાંથી પસાર થઈ રહ્યા હતા અને લાંબા સમયથી કિડનીની બીમારીનો પણ સામનો કરી રહ્યા હતા.
મળતી માહિતી મુજબ, સાન રેચલે એકસાથે ઘણી ગોળીઓ ખાઈ લીધી હતી, ત્યારબાદ તેમને બે અલગ-અલગ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ દુર્ભાગ્યે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા. જોકે, આત્મહત્યાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ પોલીસની પ્રાથમિક તપાસમાં તેમની નાણાકીય સમસ્યાઓ મુખ્ય કારણ હોવાનું સામે આવ્યું છે.
આર્થિક સંકટ અને પારિવારિક મદદનો ઇનકાર
સાન રેચલ પર મોટું દેવું થઈ ગયું હતું. માહિતી અનુસાર, તેમણે પોતાના ઘરેણાં પણ ગીરવે મૂક્યા હતા. તેમણે એક ફેશન શોનું આયોજન કર્યું હતું, જેમાં તેમને ઘણું નુકસાન થયું હતું. આ નુકસાન ભરપાઈ કરવા માટે તેમણે પોતાના પિતા પાસેથી પણ મદદ માંગી હતી, પરંતુ તેમના પિતાએ પુત્રની જવાબદારીઓનું કારણ આપી મદદ કરવાનો ઇનકાર કર્યો હતો.
સુસાઇડ નોટમાં કોઈને જવાબદાર ઠેરવ્યા નથી
પોલીસને સાન રેચલની સુસાઇડ નોટ પણ મળી છે, જેમાં તેમણે સ્પષ્ટ લખ્યું છે કે તેમની મૃત્યુ માટે કોઈને પણ જવાબદાર ઠેરવવામાં ન આવે. આ ઘટના અંગે વધુ તપાસ ચાલી રહી છે.
View this post on Instagram
પ્રખ્યાત મોડેલિંગ કારકિર્દી
સાન રેચલે મોડેલિંગની દુનિયામાં ખૂબ નામ કમાવ્યું હતું. તેમણે 2020-2021માં મિસ પોંડિચેરી, 2019માં મિસ ડાર્ક ક્વીન તમિલનાડુ અને તે જ વર્ષે મિસ બેસ્ટ એટીટ્યુડ સહિત ઘણા ખિતાબ જીત્યા હતા. આ ઉપરાંત, રેચલે બ્લેક બ્યુટી કેટેગરીમાં મિસ વર્લ્ડનો ખિતાબ પણ પોતાના નામે કર્યો હતો. તેમણે ગયા વર્ષે જ લગ્ન કર્યા હતા.
આ ઘટનાથી મોડેલિંગ જગતમાં શોક છવાઈ ગયો છે