Sawan 2025: શિવલિંગ પર અર્પણ થાય છે આ 3 પ્રકારના તેલ
Sawan 2025: શ્રાવણમાં ભોલેનાથને અનેક પ્રકારની વસ્તુઓ ચઢાવવામાં આવે છે, તેમની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે ઘણા લોકો શિવલિંગ પર તેલનો અભિષેક પણ કરે છે. જાણો શિવલિંગ પર કયા 3 પ્રકારના તેલ ચઢાવવામાં આવે છે
Sawan 2025: શ્રાવણ મહિનામાં માનવામાં આવે છે કે ભગવાન શિવ પૃથ્વી પર વાસ કરે છે. એટલે આ પવિત્ર સમયમાં મહાદેવની પૂજા વિશેષ મહત્વ ધરાવે છે. જો કે ભોળેનાથને માત્ર એક લોટા જળથી પણ પ્રસન્ન કરી શકાય છે, પણ શ્રાવણના માસમાં ખાસ 3 પ્રકારના તેલ શિવલિંગ પર ચડાવવાનું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવો જાણીએ કે કયા તેલ ચડાવવાથી થાય છે વિશેષ લાભ.
શ્રાવણમાં શિવલિંગ પર ચડાવો આ 3 પ્રકારના તેલ – મળે છે આધ્યાત્મિક શક્તિ અને દુ:ખોથી મુક્તિ
1. તલનું તેલ
શાસ્ત્રો મુજબ શ્રાવણ માસમાં શિવલિંગ પર તલનું તેલ અર્પણ કરવાથી માનસિક અને શારીરિક પીડાઓમાંથી મુક્તિ મળે છે. તલની ઉત્પત્તિ ભગવાન વિષ્ણુમાંથી થયેલી માનવામાં આવે છે. મહાદેવને કાળા તલ ચડાવવાથી શનિદોષ દૂર થાય છે અને જીવનમાં સુખ, શાંતિ અને સૌભાગ્ય વધે છે.
2. ચંદનનું તેલ
શ્રાવણના સોમવારે ચંદનના તેલથી મહાદેવનું અભિષેક કરવું અત્યંત શુભ માનવામાં આવે છે. ચંદનના તેલથી અભિષેક કરવાથી ગ્રહદોષ શાંત થાય છે અને નોકરી તેમજ પરિવારમાં આવતા વિઘ્નો દૂર થાય છે. જીવનમાં શીતળતા અને શાંતિનો વાસ થાય છે.
3. સરસવનું તેલ
શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ સરસવનું તેલ શિવલિંગ પર અર્પણ કરવાથી દુશ્મનો શાંત થાય છે અને કાયદાકીય કે કાર્યક્ષેત્રમાં આવતા વિઘ્નો દૂર થાય છે. શનિની સાડેસાતી અને ઢૈયા જેવા દુષ્પ્રભાવોમાં રાહત મળે છે. આ ઉપાયથી જીવનમાં સુખ અને સમૃદ્ધિનો પ્રવાહ શરૂ થાય છે.