Sawan Somwar Upay: શ્રાવણનો બીજો સોમવાર અને કામિકા એકાદશીનો શુભ સંયોગ
Sawan Somwar Upay: મેષ રાશિના જાતકોને મધ, મસૂરની દાળ અને લાલ રંગના કપડા દાન કરવા થી લાભ થાય છે, જ્યારે વૃષભ રાશિના લોકો સફેદ કપડા, ઘી, તેલ, જવાર, દહીં, રૃઈ, ઈત્ર અને શૃંગારની વસ્તુઓ દાન કરવાથી લાભ મળશે.
Sawan Somwar Upay: હિંદુ ધર્મમાં શ્રાવણનો મહિનો સૌથી પવિત્ર અને શ્રેષ્ઠ મહિનાઓમાં ગણાય છે. માનવામાં આવે છે કે આ મહિનો દેવાધિદેવ ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે. શાસ્ત્રોના અનુસાર, શ્રાવણ મહિનામાં ભગવાન શિવ પોતાના પરિવાર સાથે ધરતી પર આવે છે.
આ કારણે આ મહિના દરમિયાન ભક્તો ભાવપૂર્વક જપ, તપ અને પૂજા અર્ચના કરીને ભગવાનને પ્રસન્ન કરવા પ્રયત્ન કરે છે. સમગ્ર શ્રાવણ મહિને શિવભક્તો મંદિરોમાં જઈ શિવલિંગ પર પાણી, દૂધ અને અન્ય પવિત્ર વસ્તુઓ અર્પણ કરીને મહાદેવનું સ્મરણ કરે છે. આ વર્ષે 21 જુલાઈએ શ્રાવણનો બીજો સોમવાર છે, જેમાં અનેક શુભ સંયોગ બનતા હોય છે.

આ દિવસે જો રાશિ પ્રમાણે દાન કરવામાં આવે તો વિશેષ ફળ મળે છે.
- મેષ – આ રાશિના જાતકોને શ્રાવણના બીજા સોમવારે મધ (શહદ)નું દાન કરવું જોઈએ. સાથે જ મસૂરની દાળ અને લાલ રંગના કપડાંનું દાન પણ કરવું લાભદાયક રહે છે.
- વૃષભ – આ રાશિના જાતકોને સોમવારે સફેદ કપડા, ઘી, તેલ અને જુવારનું દાન કરવું જોઈએ. દહીં, રુઈ અને ઇત્ર સહિત શૃંગારની વસ્તુઓનું દાન પણ કરવું ફાયદાકારક છે.
- મિથુન – મોસમી ફળનું દાન કરવું અને ગોમાતાને લીલો ચારો ખવડાવવું શુભ ગણાય છે.
- કર્ક – આ રાશિના જાતકોને ગરીબોને સફેદ કપડાંનું દાન કરવું જોઈએ. ચાંદી, દૂધ, મોતી, ચોખા અને ખાંડનું દાન પણ લાભદાયક છે.
- સિંહ – ગોળ અને મધનું દાન ખાસ કરીને કરવું. મસૂર દાળનું દાન પણ ફાયદાકારક છે.
- કન્યા – પિત્તળના વાસણોનું દાન અને લીલા ફળોનું દાન કરવું શુભ છે.
- તુલા – તુલા રાશિના જાતકો ચોખા અને દૂધનું દાન કરવાથી લાભ મેળવે છે. ખાંડનું દાન પણ કરવું જોઈએ.

- વૃશ્ચિક – સોનું, તાંબું અને કેસરનું દાન કરવું ખૂબ લાભદાયક છે.
- ધનુ – ચણા દાળ સાથે કેસરવાળું દૂધ દાન કરવું ફાયદાકારક છે.
- મકર – કાળા રંગની છત્રી અને કાળો ધાબળો દાન કરવું શુભ રહેશે.
- કુંભ – વાદળી અને કાળા કપડાંનું દાન કરવું. સરસવના દાણા અને જૂતા અને ચંપલનું દાન પણ લાભદાયક છે.
- મીન – બાળકોને પેન, કોપી અને મધ જેવી વસ્તુઓનું દાન કરવું લાભકારક છે.