School of Excellence: રાજ્યમાં ગુણવત્તા આધારિત શાળાઓને મળશે વિશેષ દરજ્જો
School of Excellence: ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગે ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ માટે School of Excellence તરીકેના વિશેષ દરજ્જા માટે નવું કાયદાકીય માળખું રજૂ કર્યું છે. આ દરજ્જો પ્રાપ્ત કરનાર સ્કૂલોને ફી નિયમન કમિટી (FRC)ના કાયદામાંથી છૂટછાટ આપવામાં આવશે અને તેઓ પોતાની શિક્ષણ ફી અને અભ્યાસક્રમ આપમેળે નક્કી કરી શકશે.
મર્યાદિત સ્કૂલોને મળશે સર્ટિફિકેટ, પરિણામના ધોરણો મહત્વના
શિક્ષણ વિભાગે સ્પષ્ટતા કરી છે કે ધોરણ 10 અને 12ના પરિણામ School of Excellence માટે મુખ્ય માપદંડ રહેશે.
ધો.10 માટે: ઓછામાં ઓછા 60 વિદ્યાર્થીઓ અને સરેરાશ પરિણામ 80%
ધો.12 માટે: ઓછામાં ઓછા 60 વિદ્યાર્થીઓ અને સરેરાશ પરિણામ 75%
બંને ધોરણમાં પરિણામ 99%થી વધુ હોવું આવશ્યક
સ્કૂલોને મળશે સ્વતંત્રતા અને જવાબદારી બંને
આ દરજ્જો મેળવનાર સંસ્થાઓ પોતાનું કરિક્યુલમ તૈયાર કરી શકશે અને વિદ્યાર્થીઓ માટે વર્ગખંડ, અભ્યાસ સાધનો અને શિક્ષણ પદ્ધતિમાં નવીનતા લાવી શકશે. પરિણામે NEET, JEE જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ વિદ્યાર્થીઓના પરિણામમાં સુધારો થવાની શક્યતા દર્શાવાઈ છે.
સંચાલકોના મંતવ્યો: “આ પહેલથી શિક્ષણની ગુણવત્તા ઉંચી જશે”
ઉદ્દગમ સ્કૂલના સંચાલક મનન ચોક્સીએ જણાવ્યું હતું કે, “ફી નીમણૂંક પરિણામને ધ્યાનમાં રાખીને નક્કી થાય એ શિક્ષણની દિશા સુધારશે. આજે જે સ્કૂલો પરિણામ પર કામ કરે છે, તેમને આનો મોટો લાભ મળશે.”
જ્યારે પ્રહાર અંજારિયા, ખાનગી સ્કૂલના સંચાલક મુજબ, “શાળા અને વિદ્યાર્થીઓ બંને School of Excellence દ્વારા વધુ સશક્ત બનશે. ગુજરાતની સ્કૂલો હવે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા કરવા માટે વધુ તૈયાર થશે.”
50 સ્કૂલોને તરત લાભ, 250 અન્ય સંસ્થાઓ તૈયારીમાં
શાસન અધિકારીઓ મુજબ, શરૂઆતમાં લગભગ 50 ખાનગી સ્કૂલોને School of Excellence તરીકે માન્યતા આપવામાં આવશે. સાથે જ અન્ય 250 સ્કૂલો પણ આ દરજ્જો મેળવવા માટે પ્રયાસ શરૂ કરી શકે છે.