Valsad NDRF દ્વારા આપત્તિ વ્યવસ્થાપન અંગે માર્ગદર્શન કાર્યક્રમ તથા વૃક્ષારોપણ કાર્યક્રમ
Valsad વલસાડ જિલ્લા શિક્ષણાધિકારી ડો. રાજેશ્રીબેન ટંડેલ મેડમ, વલસાડ જિલ્લા નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી અર્જુનભાઈ પટેલ, ડિઝાસ્ટર મામલતદાર એચ.એચ. કાકલોટકર, બી.આર.સી કો ઓર્ડિનેટરમિતેશભાઈ પટેલ ની ઉપસ્થિતિમાં NDRF ટીમ દ્વારા સર્વોદય હાઇસ્કૂલ, સેગવી ખાતે વિદ્યાર્થીઓને આપત્તિ સમયે બચાવ કામગીરી અંગે વિવિધ સાધનો ના નિદર્શન દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યુ. તેમજ મિતેશભાઈ પટેલના જન્મ દિવસ નિમિત્તે “એક પેડ મૉં કે નામ” અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યુ અને વિદ્યાર્થીઓને પુસ્તક અને પેનની ભેટ આપવામાં આવી.
ડો. રાજેશ્રીબેન ટંડેલ મેડમે વિદ્યાર્થીઓને ઉદાહરણ સાથે આપત્તિ વ્યવસ્થાપન ના મહત્વ વિશે સમજ આપી. સાથે જ વિદ્યાર્થીઓને પ્રદૂષણ અટકાવવા વૃક્ષોનું મહત્વ સમજાવી પોતાના જન્મ દિવસ જેવા વિશેષ દિને વૃક્ષારોપણ કરવા માટે પ્રેરણા લેવા જણાવ્યુ.
સમગ્ર કાર્યક્રમમાં NDRF ના ઈન્સ્પેક્ટર રણજીતભાઈ, ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસર જયવીરસિંહ, ASI એસ.કે.રાવ, વલસાડ અને નવસારી જિલ્લાના યુવા પ્રભારીઓ તેમજ CRC કો ઓર્ડિનેટર, સેગવી વિભાગ કેળવણી મંડળના હોદ્દેદારઓ ઉપસ્થિત રહ્યા હતા.
શાળાના આચાર્યા શ્રીમતિ ઉન્નતિ દેસાઈએ સર્વ ઉપસ્થિત મહાનુભવોને આવકાર્યા હતા અને વિદ્યાર્થીઓને આપત્તિ વ્યવસ્થાપન માં યોગદાન આપવાની અને વૃક્ષારોપણ કરવાની પહેલ કરવા જણાવ્યુ.