Shahi Idgah Mosque Controversyઅલ્હાબાદ હાઈકોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય
Shahi Idgah Mosque Controversy: મથુરાની વિવાદાસ્પદ શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઇદગાહ મસ્જિદ મામલે હિન્દુ પક્ષને મોટો ઝટકો લાગ્યો છે. અલ્હાબાદ હાઈકોર્ટે એડવોકેટ મહેન્દ્ર પ્રતાપ સિંહ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી A-44 ફગાવી દીધી છે, જેમાં મસ્જિદને ‘વિવાદિત માળખું’ જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી.
હિન્દુ પક્ષે શું માંગણી કરી હતી?
દાવો નં. 13 હેઠળ દાયક વકીલ મહેન્દ્ર પ્રતાપ સિંહે અરજી A-44 મારફતે વિનંતી કરી હતી કે સમગ્ર કોર્ટ પ્રક્રિયામાં “શાહી ઇદગાહ મસ્જિદ”ના સ્થાને “વિવાદિત માળખું” શબ્દનો ઉપયોગ કરવામાં આવે. વકીલની દલીલ હતી કે આ મસ્જિદ 1669માં ઔરંગઝેબ દ્વારા તોડાયેલ કેશવદેવ મંદિરની જગ્યાએ બાંધવામાં આવી હતી, એટલે તેમાં વૈધતા અને ધાર્મિક મૂળ્યો અંગે પ્રશ્ન ઊભો થાય છે.
મુસ્લિમ પક્ષે શું જવાબ આપ્યો?
મુસ્લિમ પક્ષે આ અરજીનો કડક વિરોધ કરતાં લખિત વાંધો નોંધાવ્યો હતો. તેમનું કહેવું છે કે મસ્જિદ કાયદેસર છે. હાઈકોર્ટે આ રજૂઆતને માન્ય રાખી અરજી ફગાવી દીધી.
હવે શું આગળ પગલું હશે?
હિન્દુ પક્ષના વકીલ મહેન્દ્ર પ્રતાપ સિંહે જણાવ્યું કે તેઓ હવે કોર્ટનો વિગતવાર આદેશ વાંચી સુપ્રીમ કોર્ટમાં અપીલ કરશે. હાલ આ કેસની એકલબેંચમાં ન્યાયમૂર્તિ રામ મનોહર નારાયણ મિશ્રા સુનાવણી કરી રહ્યા છે અને કુલ 18 અરજીઓ પર કાર્યવાહી ચાલી રહી છે.
વિવાદનો પૃષ્ઠભૂમિ:
શ્રી કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઇદગાહ વિવાદ જમીનના હક અંગે જૂનો છે. હિન્દુ પક્ષના દાવા અનુસાર આખી જમીન કૃષ્ણ જન્મસ્થળ છે, જ્યારે મુસ્લિમ પક્ષ મસ્જિદના કાયદેસર હક્કો પર ભાર મૂકે છે. વિવાદિત વિસ્તાર લગભગ 11 એકર છે, જેમાંથી 2.37 એકર પર શાહી મસ્જિદ આવેલી છે.