શાહરૂખ ખાનના પરિવારે આર્યન ખાનના ડેબ્યુ શો ‘ધ બેડ્સ ઓફ બોલિવૂડ’ના લોન્ચ પર જમાવ્યો જલવો
બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનના દિગ્દર્શન ડેબ્યુ શો ‘ધ બેડ્સ ઓફ બોલિવૂડ’નો બુધવારે ભવ્ય પ્રીવ્યુ લોન્ચ થયો. આ સાંજ સંપૂર્ણપણે સ્ટાર-સ્ટડેડ ફેમિલી ઇવેન્ટમાં ફેરવાઈ ગઈ, જ્યાં શાહરૂખ, ગૌરી, આર્યન અને સુહાના ખાને પોતાની હાજરીથી સૌનું ધ્યાન ખેંચ્યું.
આર્યન ખાનનો ડેબ્યુ લુક
દિગ્દર્શક તરીકે પહેલીવાર મીડિયા સામે આવેલા આર્યન ખાને પોતાના સ્ટાઈલથી બધાને પ્રભાવિત કર્યા. તેમણે ઓલ-બ્લેક શાર્પ સૂટ પહેર્યો હતો, જેમાં નોચ-લેપલ બ્લેઝર, કાળો શર્ટ અને ફિટેડ ટ્રાઉઝર સામેલ હતા. સાથે જ ડ્રેસ શૂઝ, લક્ઝરી વોચ અને બેકસ્વેપ્ટ હેરસ્ટાઈલે તેમના લુકને વધુ ડેશિંગ બનાવી દીધો.
શાહરૂખ ખાનનો ક્લાસિક અંદાજ
બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન પોતાના પુત્રને સાથ આપવા પહોંચ્યા અને તેમણે પણ બ્લેક આઉટફિટમાં બધાનું દિલ જીતી લીધું. સિલ્ક ડબલ-બ્રેસ્ટેડ જેકેટ અને સ્ટ્રેટ-ફિટ ટ્રાઉઝરમાં SRKનો સ્ટાઈલ ફરી એકવાર સાબિત કરી ગયો કે તેમને કેમ બોલિવૂડના સ્ટાઇલ આઇકોન કહેવામાં આવે છે.
સુહાના ખાન
સુહાના ખાન આ ઇવેન્ટમાં ડોલ્સે એન્ડ ગબ્બાનાના આઉટફિટમાં પહોંચી હતી. તેમણે ફ્લોરલ પ્રિન્ટવાળો કોર્સેટ ટોપ અને સાટિન કાફ-લેન્થ સ્કર્ટ પહેર્યું હતું. આ સાથે ચેનલ બેગ અને કાર્ટિયર જ્વેલરીએ તેમના લુકને વધુ ગ્લેમરસ બનાવી દીધો. સોફ્ટ મેકઅપ અને ખુલ્લા લહેરાતા વાળમાં સુહાના ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી હતી.
View this post on Instagram
ગૌરી ખાનનો પાવર લુક
ગૌરી ખાને પોતાના પુત્રના ડેબ્યુ પર ક્લાસિક ચેનલ આઉટફિટ પસંદ કર્યો. સફેદ શર્ટ-સ્ટાઈલ બ્લાઉઝ અને બ્લેક ફ્લેર્ડ પેન્ટ્સમાં તે એકદમ પાવર-ડ્રેસર દેખાઈ રહી હતી. મિનિમલ જ્વેલરી, હીલ્સ અને બોલ્ડ મેકઅપ સાથે તેમનો લુક ખૂબ જ ભવ્ય અને ગ્રેસફુલ રહ્યો.