Share Market શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો: સેન્સેક્સ 346 અને નિફ્ટી 121 પોઈન્ટ ઘટતા ભાવ સાથે બંધ થયા
Share Market ભારતીય શેરબજાર ગુરુવારે પણ ઘટાડા સાથે બંધ રહ્યો, જેમાં BSE સેન્સેક્સ 345.80 પોઈન્ટ ઘટીને 83,190.28 પર અને NSE નિફ્ટી 120.85 પોઈન્ટ ઘટીને 25,355.25 પર બંધ થયા. આજે સવારે બજાર સકારાત્મક ઝોક સાથે ખૂલ્યું હતું, પરંતુ દિવસ દરમિયાન વેચવાલીનો દબદબો રહ્યો, જેના કારણે બંને સૂચકાંકો લાલ નિશાન પર બંધ થયા.
સેન્સેક્સના 30 માંથી 22 શેર લાલ નિશાનમાં:
સેન્સેક્સની 30 કંપનીઓમાંથી માત્ર 8 શેર લીલા નિશાનમાં રહ્યા, જ્યારે 22 શેર ઘટતા ભાવ સાથે બંધ થયા. નિફ્ટીમાં પણ 50માંથી ફક્ત 12 શેર વધ્યા હતા અને 38 ઘટ્યા હતા.
સૌથી વધુ નફાકારક શેર:
- મારુતિ સુઝુકી: +1.36%
- ટાટા સ્ટીલ: +1.01%
- બજાજ ફાઇનાન્સ, ટાટા મોટર્સ, TCS, ટ્રેન્ટ જેવા શેરમાં પણ નાનો વધારો જોવા મળ્યો.
સૌથી વધુ ઘટાડો થયેલા શેર:
- ભારતી એરટેલ: -2.63%
- એશિયન પેઇન્ટ્સ: -1.92%
- BEL, ટેક મહિન્દ્રા, ઇન્ફોસિસ, HCL ટેક, અલ્ટ્રાટેક સિમેન્ટ, ITC સહિત અનેક blue-chip શેરોએ ઘટાડો દર્શાવ્યો.
નિષ્ણાતોનું માનવું છે કે વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતા, કિંમતમાં હેરફેર અને રોકાણકારો વચ્ચે ભાવિ નીતિ અંગે અનિશ્ચિતતા શેરબજારમાં વેચવાલીનું મુખ્ય કારણ છે.