ભારતીય શેરબજાર, જે 2023 માં સતત નવા વિક્રમો સ્થાપિત કરી રહ્યું હતું, વર્ષના છેલ્લા ટ્રેડિંગ દિવસે ઓલ-ટાઇમ હાઈથી સરકીને બંધ થયું. મિશ્ર વૈશ્વિક અને સ્થાનિક સંકેતો વચ્ચે રોકાણકારો દ્વારા પ્રોફિટ બુકિંગને કારણે સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો નોંધાયો હતો. શુક્રવારે સેન્સેક્સ 170.12 (0.23%) પોઈન્ટ ઘટીને 72,240.26 પોઈન્ટ પર બંધ થયો હતો. બીજી તરફ, નિફ્ટી 47.30 (0.22%) પોઈન્ટ ઘટીને 21,731.40 પર બંધ રહ્યો હતો. શુક્રવારની ટ્રેડિંગ સીઝન દરમિયાન, BPCL અને સ્ટેટ બેંકના શેર નિફ્ટીમાં સૌથી મોટા ઘટાડા સાથે બંધ થયા હતા. જ્યારે ટાટા કન્ઝ્યુમર્સ અને ટાટા મોટર્સના શેર ટોપ ગેનર્સની યાદીમાં સામેલ હતા.
