Shivraj Singh Chauhan: જૂનાગઢમાં ઉતાવળમાં પત્નીને ભૂલ્યા કૃષિમંત્રી!

Arati Parmar
2 Min Read

Shivraj Singh Chauhan: પત્નીને પાછળ છોડી ઉતાવળમાં એરપોર્ટ તરફ દોડાયો કાફલો

Shivraj Singh Chauhan: જમાવટથી ભરેલા કાર્યક્રમો પછી થોડી ઉતાવળ જિંદગીમાં અનોખા પ્રસંગો ઊભા કરે છે – એવું કશુંક જુનાગઢમાં સામે આવ્યું. શનિવારે કેન્દ્રિય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન આવી ગયા જ્યાં ફ્લાઇટ પકડવાની ઉતાવળમાં પોતાની પત્ની સાધના સિંહને જ પાછળ રહી જવાનો બનાવ બન્યો.

સોમનાથ દર્શન બાદ મગફળી સંશોધન કેન્દ્રમાં કાર્યક્રમ

ગુજરાત પ્રવાસ દરમ્યાન ચૌહાણ દંપતીએ સૌપ્રથમ સોમનાથ મહાદેવના દર્શન કર્યા અને ત્યારબાદ સાસણ ગીરના દેવળીયા પાર્કની મુલાકાત લીધી. દિવસના અંતે તેઓ મગફળી સંશોધન કેન્દ્ર, ઇવનગર રોડ, જૂનાગઢ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં હાજર રહ્યા. દરમિયાન તેમની પત્ની કાર્યક્રમ સ્થળે આવેલા ગેસ્ટ હાઉસમાં આરામ લઇ રહી હતી.

Shivraj Singh Chauhan

અડધો કિલોમીટર ગયા પછી “યાદ” આવી પત્ની

કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મંત્રીશ્રીની રાત્રે 8 વાગ્યાની ફ્લાઇટ હતી, જેથી તેઓ કાફલા સાથે રાજકોટ એરપોર્ટ માટે રવાના થયા. પરંતુ આ ઉતાવળમાં સાધના સિંહને સાથે લેવા ભુલાઇ ગયા. અડધો કિલોમીટર જતાં જ શિવરાજસિંહ ચૌહાણને પત્નીનું ભાન થયું.

કાફલો યુ-ટર્ન લઈ પાછો ફર્યો

જેમજ યાદ આવ્યું કે પત્ની સાથે નથી, એમજ મંત્રીશ્રીનો કાફલો તરત જ યુ-ટર્ન લઈ પાછો મગફળી સંશોધન કેન્દ્રના ગેસ્ટ હાઉસ તરફ વળ્યો. સાધના સિંહને લઈને આખો કાફલો ફરી રાજકોટ એરપોર્ટ માટે દોડી ગયો. જો કે તેમણે સમયસર ફ્લાઇટ પકડી કે નહીં તે સ્પષ્ટ થયેલ નથી, પણ સમગ્ર ઘટના હવે ચર્ચાનો વિષય બની ગઈ છે.

Shivraj Singh Chauhan

જવાબદારીના દબાણ વચ્ચે માનવીય ક્ષણ

શિવરાજસિંહ ચૌહાણ જેવો અનુભવદાર નેતા પણ કેટલીકવાર માનવીય ભૂલો કરી શકે છે. જોકે, આ ઘટના હલકી મિજાજી હોય છતાં એમાં વ્યવસ્થા, સુરક્ષા અને સંબંધોના મહત્વની છબી સ્પષ્ટ થાય છે.

Share This Article