Shubhanshu Shukla શુભાંશુ શુક્લાને કેટલો પગાર મળ્યો?
Shubhanshu Shukla નવી દિલ્હી: ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન અને અવકાશયાત્રી શુભાંશુ શુક્લા અંતરિક્ષની યાત્રા પૂરી કરીને પૃથ્વી પર સુરક્ષિત પરત ફરી ગયા છે. તેઓ અમેરિકાની Axiom-4 Mission હેઠળ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર પહોંચ્યા હતા, જ્યાં તેમણે ISRO માટે 7 મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક સંશોધનો કર્યા. આ મિશનની ખાચી રકમ આશરે ₹548 કરોડ જેટલી હતી — પણ તેમ છતાં, લોકોના મનમાં સૌથી વધુ ઉદભવતો પ્રશ્ન એ છે કે શુભાંશુ શુક્લાને કેટલો પગાર મળ્યો?
પગાર નહીં, અનુભવ મળ્યો!
આ મિશન માટે શુભાંશુ શુક્લાને કોઈ પણ પ્રકારનો પગાર ચૂકવવામાં આવ્યો ન હતો. ન તો ISRO, ન તો NASA કે Axiom Space તરફથી તેમને કોઈ નાણાકીય રકમ મળી. આ યાત્રા ગગનયાન મિશન માટેની તૈયારીનો એક હિસ્સો હતી, જે ભારતીય અવકાશ સંશોધન માટે માવજતરૂપ બની રહેશે.
તેમના તરફથી મળેલી સેવા રાષ્ટ્રીય સમર્પણ અને અનુભવ તરીકે જોવામાં આવી રહી છે. ભારતે જે ખર્ચ કર્યો તે મુખ્યત્વે તાલીમ, સ્પેસ સૂટ, યાત્રા ખર્ચ અને સંશોધન સાધનો માટે હતો.

શુભાંશુ શુક્લા હાલ ભારતીય વાયુસેનામાં ગ્રુપ કેપ્ટન તરીકે ફરજ બજાવે છે. આ રેન્ક માટે સામાન્ય વાર્ષિક પગાર ₹30થી ₹46 લાખના મધ્યમાં હોય છે, જેમાં ગ્રેડ પે, મોંઘવારી ભથ્થું અને અન્ય સુવિધાઓનો સમાવેશ થાય છે.
સૌથી મોટો લાભ: ભવિષ્યનું દિશા નિર્માણ
જેમ કે નાસા પોતાના એસ્ટ્રોનોટ્સને વર્ષનું લગભગ ₹1.35 કરોડ સુધીનું પગાર આપે છે, તેવા સંદર્ભમાં શુભાંશુ શુક્લાનો મોટો લાભ અનુભવ રહ્યો છે. 2019માં જ્યારે તેઓ ગગનયાન મિશન માટે પસંદ થયા ત્યારે રશિયા અને ભારતમાં વિશિષ્ટ તાલીમ આપવામાં આવી હતી. Axiom-4 મિશન દ્વારા હવે તેઓના અનુભવને ભારતના પ્રથમ માનવ અવકાશ મિશન માટે ઉપયોગી બનાવવામાં આવશે.