Space Picture શુભાંશુ શુક્લાએ અવકાશમાં કેમ લીધા અનોખા ફોટા?
Space Picture ભારતના પ્રથમ આંતરરાષ્ટ્રીય અવકાશયાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ 18 દિવસ પછી પૃથ્વી પર સફળતાપૂર્વક આગમન કર્યું છે. તેમના એક્સિઓમ-4 મિશનમાં સાથે તેમણે અનેક અવકાશયાત્રીઓ સાથે મળીને અવકાશમાં અભૂતપૂર્વ અનુભવો શેયર કર્યા.
અવકાશમાં ફોટા લેવાનું કામ પૃથ્વી કરતા કઠિન છે, કારણ કે ત્યાં ગુરુત્વાકર્ષણ ન હોવાથી કેમેરા અને ફોટોગ્રાફર બંને સ્થિર રહી શકતા નથી. આ સમસ્યાનું સમાધાન કરવા માટે, શુભાંશુના સાથી અવકાશયાત્રી જોની કિમે એ ખાસ ત્રપાઈ (ટ્રાઇપોડ)નો ઉપયોગ કર્યો, જે દિવાલ સાથે ફિક્સ હતો.
કેમેરા ટાઈમર અને ટાઈમ-લેપ્સ મોડ પર સેટ કરીને ફોટા સતત લેવામાં આવતાં હતાં. આ રીતે બધા ક્રૂ સભ્યો ઓછા હલનચલન સાથે કેમેરા સામે પોઝ આપી શક્યાં અને અનોખા અવકાશ તસવીરો લઈ શકાયાં.
ડ્રેગન ગ્રેસ અવકાશયાન દ્વારા દક્ષિણ કેલિફોર્નિયાના સમુદ્રમાં સુરક્ષિત ઉતરવા બાદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુભાંશુ શુક્લાને અભિનંદન પાઠવ્યા છે. આ મિશન સાથે શુભાંશુ શુક્લા ભારતનો પ્રથમ એવો અવકાશયાત્રી બન્યો છે, જેમણે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક સુધીનો યાત્રા કરી છે.