Silver Investment ચાંદી સોનાને પછાડી રોકાણકારોને અપાવ્યો 29.54% બમ્પર વળતર
Silver Investment આર્થિક વર્ષ 2025માં ચાંદીના ભાવોએ ભડકો કર્યો છે. સોનું, સેન્સેક્સ અને નિફ્ટી જેવી લોકપ્રિય રોકાણ વિકલ્પોને પાછળ રાખીને ચાંદીએ સૌથી વધુ વળતર આપ્યું છે. 11 જુલાઈ સુધીના આંકડા મુજબ, ચાંદીએ રોકાણકારોને 29.54% વળતર આપ્યું છે, જ્યારે સોનાનું વળતર 27.45%, નિફ્ટી50 નું 6.37% અને બેંક નિફ્ટીનું 11.59% રહ્યું છે.
ભારતમાં ચાંદીના ભાવે રાચયો ઈતિહાસ
ભારતીય બજારમાં પણ ચાંદીના ભાવોએ ઐતિહાસિક મકામ હાંસલ કર્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ચાંદી શુક્રવારે ₹1,11,750 પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ — જે ઇતિહાસમાં પ્રથમ વખત ₹1.11 લાખના સ્તરને પાર છે. બીજી બાજુ, બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ ₹700ના વધારા સાથે ₹99,370 પ્રતિ 10 ગ્રામ થયો.
વિશ્લેષકો અનુમાન લગાવી રહ્યાં છે કે જો આવું જ વલણ જળવાઈ રહે, તો વર્ષના અંત સુધીમાં ચાંદી ₹1.25 લાખ પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે.
ભાવમાં વધારા પાછળના કારણો શું છે?
YA વેલ્થ ગ્લોબલ રિસર્ચના ડિરેક્ટર અનુજ ગુપ્તા મુજબ, ચાંદીના ભાવમાં ઉછાળાનું મુખ્ય કારણ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જાહેર કરાયેલ નવી ટેરિફ નીતિઓ છે. તાંબાની આયાત પર 50% ટેરિફ, બ્રાઝિલ અને BRICS દેશો પર વધારાની ડ્યુટી અને કેનેડાથી આયાત પર 35% ડ્યુટી લગાવાની જાહેરાત પછી વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતા વધી છે.
આ અનિશ્ચિતતા વચ્ચે રોકાણકારો ચાંદી જેવી સલામત એસેટ તરફ વળી રહ્યાં છે. વળી, વેપારીઓ તરફથી ચાલી રહેલી નવી ખરીદી અને ઉદ્યોગમાં ચાંદીની વધતી માંગ પણ ભાવમાં તેજી લાવનારા મુખ્ય ઘટકો છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીના ભાવ પ્રતિ ઔંસ $37 પાર કર્યા છે, જે છેલ્લાં 13 વર્ષમાં સૌથી ઉંચું સ્તર છે.
સોના અને શેર બજાર કરતાં વધારે વળતર આપીને ચાંદીએ આ વર્ષે રોકાણકારોને આશ્ચર્યચકિત કર્યા છે. વૈશ્વિક નીતિગત અનિશ્ચિતતા અને ઉદ્યોગમાં ચાંદીની માંગના કારણે ભાવમાં તેજી જોવા મળી રહી છે, અને નિષ્ણાતોનું માનવું છે કે આ તેજી હજી થોડા સમય સુધી ચાલુ રહી શકે છે.