સુરક્ષા માટે CCTV, આરોગ્ય માટે એમ્બ્યુલન્સ – ગામ થયું ટેકનોલોજી પર આધારિત
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં આવેલું ભમોદરા ગામ આજે સ્વપ્ન જેમું સ્માર્ટ ગામ બની ગયું છે. અહીં હવે માત્ર કાચા રસ્તા કે લીમડાનો છાયડો નહિ, પણ પેવર બ્લોકના માર્ગો, તમામ મકાનો સુધી 24 કલાક પાણી, આરોગ્ય માટે તાત્કાલિક એમ્બ્યુલન્સ જેવી સહાય અને ગામમાં CCTV કેમેરા જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે.
આરોગ્ય અને સુરક્ષા બંને પર સમર્પિત દૃષ્ટિ
ભમોદરા ગામમાં 108 એમ્બ્યુલન્સ સેવા સક્રિય છે, જેના કારણે તાત્કાલિક સારવાર માટે શહેરમાં જવું પડતું નથી. સુરક્ષાની દૃષ્ટિએ CCTV કેમેરા ગામના મુખ્ય ચોક અને માર્ગો પર લગાવાયા છે..
શિક્ષણક્ષેત્રે પણ શહેરોને આપી ટક્કર
મોટું ભમોદરા ગામની પ્રાથમિક શાળામાં એવી સુવિધાઓ છે કે શહેરની શાળાઓ પણ કઈ ના .કેવાય.. અહીંના શૈક્ષણિક માળખાં સાથે સાથે સેલ્ફી પોઇન્ટ ઊભો કરીને યુવાનોને પણ જોડાયા છે. ગ્રામ પંચાયત સ્માર્ટ પ્લાનિંગ હેઠળ કામગીરી કરી રહી છે.
ઘરઘર પાણી અને ગામના દરવાજે વિકાસ
ગામમાં દરેક મકાન સુધી શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવા માટે સતત પ્રયત્નશીલ છે. ગામમાં પાણી માટે વિશિષ્ટ સ્તંભ લગાવાયા છે. ગ્રામ પંચાયત ‘સ્માર્ટ પંચાયત’ તરીકે ઓળખાય છે અને હાર્ડ તથા સોફ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બંને પર ભાર આપવામાં આવે છે.
આંતરરાષ્ટ્રીય જોડાણ તરફ ભમોદરાની પહેલ
ગામમાં આશરે 3500 લોકો વસે છે જ્યારે 5થી વધુ વ્યક્તિઓ વિદેશમાં છે. જે દર્શાવે છે કે ભવિષ્યમાં ભમોદરા ગામ વૈશ્વિક નક્શા પર પોતાની જગ્યા બનાવી શકે છે.
સમાજ અને દાતાઓની ભાગીદારી
ગામમાં સ્મશાન અને અન્ય લોકહિતની યોજનાઓ દાતા દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. ઉદાહરણરૂપ, સ્મશાન માટે એક દાતાએ 1 લાખથી વધુનું દાન આપ્યું છે. સાથે સવાણી પરિવાર ગામ માટે અવારનવાર વિકાસકામ માટે દાન આપે છે.
ખેતી અને આત્મનિર્ભરતા સાથે આગળ ધપતું ગામ
ગામના મોટાભાગના લોકો ખેતી સાથે જોડાયેલા છે. આ ગામ પરંપરા અને આધુનિકતાનું એક અનોખું સમારંભ બની રહેલું છે, જે અન્ય ગામડાઓ માટે પ્રેરણારૂપ મોડલ બની શકે છે.