ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 સીઝન 31 માર્ચથી શરૂ થઈ રહી છે, જેમાં પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. બધાની નજર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ના પ્રદર્શન પર રહેશે, જે 15 સીઝન પછી એક પણ વખત ટ્રોફી જીતવામાં સફળ રહી નથી. વિરાટ કોહલીનું અત્યાર સુધી IPLમાં શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે, પરંતુ તે RCBને ટ્રોફી જીતાડવામાં સફળ રહ્યો નથી.
જો IPLના ઈતિહાસમાં જોવામાં આવે તો સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે, જેણે અત્યાર સુધી 215 ઈનિંગ્સમાં 36.19ની એવરેજથી 6624 રન બનાવ્યા છે, કોહલીએ 5 સદી કરી છે. વિરાટ પાસે આઈપીએલમાં અત્યાર સુધીમાં 13 એવા રેકોર્ડ છે જેમાં તે સામેલ છે.
IPL સિઝનમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે, જેણે 2016ની સિઝનમાં કુલ 973 રન બનાવ્યા હતા. આ સિઝનમાં કોહલી એ 4 સદી અને 7 અડધી સદી કરી હતી.
આ રેકોર્ડમાં કોહલીનો પણ સમાવેશ થાય છે
વિરાટ કોહલીના આઈપીએલ ઈતિહાસના અત્યાર સુધીના અન્ય રેકોર્ડ પર નજર કરીએ તો સૌથી વધુ ચોગ્ગા મારવાના મામલે તે હાલમાં બીજા સ્થાને છે, તેના નામે અત્યાર સુધીમાં 578 ચોગ્ગા છે. આ સિવાય કોહલીએ અત્યાર સુધી IPLમાં 50 કે તેથી વધુ રનની 49 ઇનિંગ્સ રમી છે અને વધુ એક ઇનિંગ સાથે તે IPLમાં 50 વખત આ કારનામું કરનારો બીજો ખેલાડી બની જશે.
IPLના ઈતિહાસમાં કોહલી એકમાત્ર એવો ખેલાડી છે જેણે અત્યાર સુધીની તમામ સિઝન એક જ ફ્રેન્ચાઈઝી માટે રમી છે, જેને તોડવી કોઈ પણ ખેલાડી માટે અસંભવ બની જશે. વિરાટ કોહલીનું નામ IPL ઇતિહાસની 2 સૌથી મોટી ભાગીદારીમાં પણ સામેલ છે.
IPLના ઈતિહાસમાં કોહલી એકમાત્ર એવો ખેલાડી છે જેણે અત્યાર સુધીની તમામ સિઝન એક જ ફ્રેન્ચાઈઝી માટે રમી છે, જેને તોડવી કોઈ પણ ખેલાડી માટે અસંભવ બની જશે. વિરાટ કોહલીનું નામ IPL ઇતિહાસની 2 સૌથી મોટી ભાગીદારીમાં પણ સામેલ છે.