સ્પોર્ટ્સના કાર્યક્રમો કરવામાં આર્થિક દેશનું કારણ આગળ ધરતી જુનાગઢ મનપા અઢી લાખથી વધુનો ખર્ચ કરી તમામ નગરપાલિકાઓની વડોદરા ખાતે આયોજિત મેચ રમવા ગઈ હતી જેમાં મેયરની ટીમ સામે અન્ય શહેરના મેયરની ટીમ અને કમિશનરની ટીમ સામે અન્ય મનપાના કમિશનરની ટીમના મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજન વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું જુનાગઢના મેયર અને કમિશનરની ટીમ ત્રણ દિવસથી મેચ રમવા વડોદરા ખાતે ઉત્સાહભેર પહોંચી ગઈ હતી વડોદરાના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે જૂનાગઢના મેયરની ટીમનો અમદાવાદના મેયરની ટીમ સામે 20-20 ઓવરનો જંગ થયો હતો જેમાં પ્રથમ દાવ જૂનાગઢના મેયરની ટીમે લીધો હતો મેયરની ટીમ માત્ર 40 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી જ્યારે બીજો દાવો અમદાવાદના મેયરની ટીમે લીધો હતો તેણે માત્ર પાંચ ઓવરમાં જ જૂનાગઢના મેયરની ટીમનો સ્કોર વિના વિકેટ પૂર્ણ કરી જીત હાંસલ કરી જૂનાગઢના મેયરની ટીમને કારમી હારનો સ્વાદ ચખાડ્યો હતો. જુનાગઢ મહાનગરપાલિકાના કમિશનરની ટીમ સામે અમદાવાદના કમિશનરની ટીમનો જંગ થયો હતો જેમાં પ્રથમ દાવ અમદાવાદના કમિશનરની ટીમે લીધો હતો અમદાવાદના કમિશનરની ટીમે મહાનગરપાલિકાના કમિશનરની ટીમને બરાબરના ધોકાવ્યા હતા. 20 ઓવરમાં 231 રનનો ટાર્ગેટ આપ્યો હતો બાદમાં જુનાગઢ કમિશનરની ટીમ માત્ર 79 રનમાં ઓલઆઉટ થતા ખૂબ જ કારમો પરાજય થયો હતો
