માધવપુરના લોક મેળાને વધુ આકર્ષક બનાવવા બીચ સ્પોર્ટસ એકટસવીટીનુ આયોજન સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા કરાયુ હતુ. જેમાં વિવિધ ૧૧ રમતો યોજવામાં આવી હતી. સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ઈન્ડિયાની વિવિધ એકેડમી જે ઉત્તર પુર્વ રાજ્યોમાં આવેલી છે તે પૈકી એકેડમીઓમાં તાલીમ લઈ રહેલા ખેલાડીઓ અને સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના ખેલાડીઓ વચ્ચે વિવિધ સ્પર્ધા યોજાઈ હતી. તે પૈકી જુદો અને એક વિન્ડો સ્પર્ધામાં વિજેતા ખેલાડીઓને મંત્રી ભાનુબેન બાબરીયા અને માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયાએ શીલ્ડ અને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહીત કર્યા હતા. મંત્રી ભાનુબેન બાબરીયાએ આ તકે રમતવીરો સાથે સંવાદ કરી ખેલકૂદમાં વધુ આગળ વધવા અભિનંદન પણ પાઠવ્યા હતા. આ તકે, યોગ બોર્ડના અધિકારી વિસનસિહ વેદી, જિલ્લા રમત વિકાસ અધીકારી મનિષ જીલડિયા અને બહોળી સંખ્યામા લોકો ઉપસ્થિત રહ્યા હતા.
દરિયાઈ વિસ્તારોમાં જુદી જુદી રમતો પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે અને બીચ પર લોકો રમતા થાય તેવા ઉમદા ઉદેશ્ય સાથે યોજાઈ રહેલી સ્પર્ધામાં રમતગમત અને સાંસ્કૃતિક વિભાગના અગ્ર સચિવ અશ્વિનીકુમારનું સતત માર્ગદર્શન મળી રહ્યું છે. સચિવ આર.ડી.ભટ્ટ તથા ચિફ કોચ સ્પોર્ટ્સ એસોસિએશન એલ. પી. બારૈયાના સંકલનમાં વિવિધ સ્પર્ધા યોજાઈ રહી છે તેમ જિલ્લા રમત વિકાસ અધિકારી મનીષભાઈ જીલડીયાએ જણાવ્યું હતું.
