વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઓલ ગુજરાત ઇન્ટર કોર્પોરેશન ટી-૨૦ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મેયરની ટીમ સામે અન્ય મનપાના મેયરની ટીમ અને કમિશનરની ટીમ સામે અન્ય મનપાના કમિશનરની ટીમ વચ્ચે વડોદરા ખાતે મેચનું આયોજન કરવામાં આવ્યું છે જૂનાગઢ મહાનગરપાલિકાના મેયરની ટીમનો મેચ તારીખ 2 એપ્રિલના યોજાશે તેવી જ રીતે કમિશનરની ટીમ પણ વડોદરા ખાતે રમવા જશે મનપાના કમિશનરની ટીમ માટે એસી બસની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે આ ઉપરાંત ક્રિકેટ મેચમાં ભાગ લેનાર અને એક્સ્ટ્રા ખેલાડીઓ મળી કુલ 40 ખેલાડીઓ વડોદરા જશે મેયરની ટીમમાંથી 20 પદાધિકારીઓ અને કમિશનરની ટીમમાંથી 20 અધિકારી અને કર્મચારીઓ મેચ રમવા જશે મેયરની ટીમ અને કમિશનરની ટીમ દ્વારા હાલ જુનાગઢના વિવેકાનંદ ગ્રાઉન્ડ ખાતે પ્રેક્ટિસ પણ શરૂ કરી દેવામાં આવી છે વડોદરા ખાતે ક્રિકેટ ટીમમાં ભાગ લેનાર અને એક્સ્ટ્રા ખેલાડીઓ મળી 40 જોડી સ્પોર્ટ્સ ડ્રેસ બુટ પેડ હેલ્મેટ બેટ સહિતની કીટ માટે અઢી લાખથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે આ ઉપરાંત મનપાના મેયરની ટીમ મનપાની ફોરવીલ કાર મારફતે વડોદરા ખાતે મેચ રમવા જશે અને ત્યાં રોકાણ પણ કરશે મેચના નિયમ મુજબ એક દિવસ અગાઉ ત્યાં પહોંચવાનું છે મેચ રમવા માટે અઢી લાખથી વધુનો ખર્ચ થવાનો છે તે માટે મનપા પાસે નાણાં છે પરંતુ મેરેથોન દોડ માટે શિવરાત્રીનું બહાનું ધરી હકીકતે નાણાંના નહીં હોવાથી મેરેથોન દોડ બંધ રાખવામાં આવી હતી

