રોટરી ક્લબ ઓફ ક્લબના પ્રમુખ સ્વાતિ શાહે ઉપસ્થિત સૌને આવકારતા સ્વાગત પ્રવચન કર્યું હતું. બાદ ડિસ્ટ્રિક્ટ સેશન્સ જજ શ્રી પ્રકાશ પટેલ અને બીડીસીએના સેક્રેટરી જનક દેસાઈએ દીપ પ્રગટાવીને ટુર્નામેન્ટનો આરંભ કરાવ્યો હતો. તા. 1લી એપ્રિલથી શરૂ થયેલ આ ટુર્નામેન્ટ સંદર્ભે માહિતી આપતા પ્રોજેક્ટ ચેરમેન ચેતન પટેલ(રાબડા) એ જણાવ્યું હતું કે, આ ટુર્નામેન્ટની દરેક મેચમાં મેન ઓફ ધ મેચ ટ્રોફી આપવામાં આવશે. સિરીઝના બેસ્ટ બેટ્સમેન તથા બેસ્ટ બોલરને રૂ. 5 હજારના ઇનામો અને ટ્રોફી, મેન ઓફ ધ સિરીઝને રૂ. 11 હજારના ઇનામ અને ટ્રોફી તથા ફાઇનલ મેચ જીતનારને રૂ. 1.27 લાખના ઇનામ અને ટ્રોફી અપાશે જ્યારે રનર્સઅપને રૂ. 75 હજારના ઇનામ અને ટ્રોફી એનાયત કરાશે. આ ટુર્નામેન્ટ રોટરી ક્લબ ઓફ બલસારના ટ્રસ્ટીઓ ડૉ. નિલાક્ષ મુફ્તી, પીડીજી અનિષ શાહ અને જીજ્ઞેશ વસાણીના માર્ગદર્શન હેઠળ થઇ રહી છે. જેના આયોજનમાં પ્રોજેક્ટ કો-ચેરમેન ધર્મિન દેસાઇ, હિતેશ પટેલ, રોટરી પ્રેસિડન્ટ સ્વાતી શાહ અને સેક્રેટરી નિરાલી ગજ્જર મહત્વનો ભાગ ભજવી રહ્યા છે. રોટેરીયન ડો. પ્રેમલ શાહે આ સમારોહનું સુંદર સંચાલન કર્યુ હતું. કાર્યક્રમના અંતમાં ક્લબ સેક્રેટરી નરાલી ગજ્જરે આભાર વિધિ કરી હતી. આ પ્રસંગે પ્રોજેક્ટ ચેરમેન ચેતન પટેલ, કો ચેરમેન, ધર્મિન દેસાઇ, હિતેશ પટેલ, પીડીજી અનિશ શાહ, રોટરી ક્લબ ઓફ બલસાર ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ જીગ્નેશ વસાણીઉપસ્થિત રહ્યા હતા.
