ઈશાંત શર્મા, રવિન્દ્ર જાડેજા અને અજિંક્ય રહાણે આ 3 ખેલાડીઓ ટીમમાંથી બહાર ઇજાના કારણે નહી રમી શકે પ્લેયર્સને કાનપુર ટેસ્ટમાં થઇ ઇજાપ્લેઇંગ 11માંથી 3 ભારતીય ખેલાડીઓ BCCI સચિવ જય શાહે બોર્ડની વેબસાઈટ પર જણાવ્યું કે ઈશાંત શર્મા, રવિન્દ્ર જાડેજા અને અજિંક્ય રહાણે ઈજાના કારણે મુંબઈ ટેસ્ટની ભારતીય પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર થઈ ગયા છે કાનપુર ટેસ્ટના 5માં દિવસે ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર ઈશાંત શર્માના ડાબા હાથની નાની આંગળીમાં ઇજા થઇ હતી જેના પર મેડિકલ ટીમ નજર રાખી રહી છે. ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને પ્રથમ ટેસ્ટ દરમિયાન જમણા હાથની ઈજા થઈ હતી. જ્યાં સોજો દેખાયો ત્યાં તેનું સ્કેનિંગ કરવામાં આવ્યું, તેને આરામની સલાહ આપવામાં આવી. અજિંક્ય રહાણે ડાબા હાથની ઇજાથી પરેશાન છે જે તેણે છેલ્લી ટેસ્ટના છેલ્લા દિવસે અનુભવ્યું હતું.
આજે વરસાદમાં પલટો થવાના કારણે અને ચક્રવાતની ભીતિ વચ્ચે આજે વાનખેડેમાં ગ્રાઉન્ડ પણ ભીનું જોવા મળ્યું હતું. મેદાનમાં પિચ અને આઉટફિલ્ડ ભીની જોવા મળી હતી. જેના કારણે ટોસમાં મોડું થયું હતુ. અમ્પાયર્સ દ્વારા પરીક્ષણ કર્યા બાદ જ ટોસ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.મોહમ્મદ સિરાજની જગ્યાએ ઈશાંત શર્મા પ્રખ્યાત કૃષ્ણાના સ્થાને રવિન્દ્ર જાડેજા અને સૂર્યકુમાર યાદવના સ્થાને અજિંક્ય રહાણેને તક આપવામાં આવી શકે છે
ભારતનો સંભવિત પ્લેઇંગ 11 : વિરાટ કોહલી મયંક અગ્રવાલ, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, રિદ્ધિમાન સાહા વિકેટમેન અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, પ્રણંદિક કૃષ્ણા, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ.
ન્યુઝીલેન્ડની સંભવિત પ્લેઈંગ ઈલેવન: ટોમ લેથમ, વિલ યંગ, કેન વિલિયમસન (સી), રોસ ટેલર, હેનરી નિકોલ્સ, ટોમ બ્લંડેલ કાયલ જેમીસન, રચિન રવિન્દ્ર, એજાઝ પટેલ, ટિમ સાઉથી, વિલિયમ સોમરવિલે