Cristiano Ronaldo’s Tribute: દુઃખદ કાર અકસ્માત પછી રોનાલ્ડો સહિત ફૂટબોલ જગતના અનેક દિગ્ગજોએ જણાવી ગંભીર શોકભાવના
Cristiano Ronaldo’s Tribute: લિવરપૂલ અને પોર્ટુગલના સ્ટાર ખેલાડી ડિઓગો જોટાના 3 જુલાઈ, 2025ના રોજ સ્પેનમાં થયેલા ભયાનક કાર અકસ્માતમાં અવસાન બાદ સમગ્ર ફૂટબોલ જગત શોકમાં છે. 28 વર્ષના જોટા તેમના ભાઈ આંદ્રે સાથે ઝામોરામાં દુર્ઘટનાગ્રસ્ત થયો હતો. ઘટના સ્થળે જ બંનેનો દેહાંત થયો હતો. અકસ્માતના થોડા દિવસો અગાઉ જ જોટાએ તેમના જીવનસાથી રૂટ કાર્ડોસો સાથે લગ્ન કર્યા હતા અને તેઓ ત્રણ બાળકોના પિતા હતા.
આ દુઃખદ ઘટના પછી, ફૂટબોલ લેજેન્ડ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ X અને ઇન્સ્ટાગ્રામ પર ભાવુક પોસ્ટ શેર કરી. રોનાલ્ડોએ લખ્યું:
“તેનો કોઈ અર્થ નથી. હમણાં જ અમે રાષ્ટ્રીય ટીમમાં સાથે હતા, હમણાં જ તમે લગ્ન કર્યા હતા. તમારી પત્ની અને બાળકો માટે મને ખૂબ દુઃખ છે. અમે તમને ક્યારેય ભૂલીશું નહીં, ડિઓગો અને આંદ્રે.”
અધિકૃત માહિતી અનુસાર, એક્સિડન્ટ દરમ્યાન વાહન ઓવરટેક કરતી વખતે ટાયર ફાટ્યો હતો, જેના કારણે કાર રોડ પરથી નીચે ઊતી અને તરત જ આગ લાગતી હતી. બંને ભાઈઓના મૃત્યુની ઘટનાએ પોર્ટુગલ અને લિવરપૂલના સમર્થકોને ઝંઝોળી નાખ્યા છે.
પોર્ટુગીઝ ફૂટબોલ ફેડરેશનના પ્રમુખ પેડ્રો પ્રોએન્કાએ કહ્યું, “અમે બે ચેમ્પિયન ગુમાવ્યા છે. ડિઓગો એક અસાધારણ વ્યક્તિ હતા જેમને બધાએ સન્માન આપ્યો.” UEFA ને મિનિટ મૌન પાળવા માટે પણ વિનંતી કરવામાં આવી છે.
Não faz sentido. Ainda agora estávamos juntos na Seleção, ainda agora tinhas casado. À tua familia, à tua mulher e aos teus filhos, envio os meus sentimentos e desejo-lhes toda a força do mundo. Sei que estarás sempre com eles. Descansem em Paz, Diogo e André. Vamos todos sentir… pic.twitter.com/H1qSTvPoQs
— Cristiano Ronaldo (@Cristiano) July 3, 2025
લિવરપૂલ ક્લબ, એફસી પોર્ટો, એટલેટિકો મેડ્રિડ અને અન્ય ક્લબોએ પણ તેમના સત્તાવાર નિવેદન દ્વારા દુઃખ વ્યક્ત કર્યું છે. રુબેન નેવેસે લખ્યું: “મને ખબર છે, આપણે લોકો ત્યારે જ ગુમાવીએ છીએ જ્યારે તેમને ભૂલી જઈએ. હું તમને ક્યારેય ભૂલીશ નહીં!“
ડિઓગો જોટાની અચાનક વિદાય ફક્ત પોર્ટુગલ નહીં, પરંતુ આખી ફૂટબોલ દુનિયા માટે એક મોટું ખોટ છે.