Dhanashree verma breaks silence: છૂટાછેડાની અફવાઓ વચ્ચે ધનશ્રી વર્માની ભાવુક પ્રતિક્રિયા: ચહલનું નામ લીધા વિના કહ્યુ ‘મારું કેરેક્ટર બગાડ્યું…’
સોશિયલ મીડિયા પર નકારાત્મકતા સરળતાથી ફેલાવી શકાય છે
મેં મારા સત્ય પર અડગ રહીને આગળ વધવાનું નક્કી કર્યું, સત્યને પુરાવાની જરૂર નથી
Dhanashree verma breaks silence : ટીમ ઈન્ડિયાના સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્મા છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. બંને વચ્ચે છૂટાછેડાની અફવાઓ ચર્ચામાં છે. ચહલ અને ધનશ્રીએ સોશિયલ મીડિયા પર એકબીજાને અનફોલો પણ કરી દીધા છે. ધનશ્રીને સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કરવામાં આવી રહી છે. આ દરમિયાન ધનશ્રી વર્માએ પોતાનું મૌન તોડતા ટ્રોલ કરનારાઓને જવાબ આપતા કહ્યું છે કે જે લોકો કંઈપણ જાણ્યા વગર અફવા ફેલાવી રહ્યા છે તેમને મારે સ્પષ્ટીકરણ આપવાની જરૂર નથી.
ચહલની પત્નીએ કહ્યું કે ઓનલાઈન નેગેટિવિટી સરળતાથી ફેલાઈ જાય છે અને બીજાની સફળતા માટે હિંમત અને કરુણાની જરૂર હોય છે. હું મારા સત્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાનું પસંદ કરું છું અને મારા મૂલ્યો પ્રત્યે સાચા રહીને આગળ વધું છું.
ધનશ્રી વર્માએ બુધવારે પોતાની ઈન્સ્ટા સ્ટોરીમાં લખ્યું, ‘છેલ્લા કેટલાક દિવસો મારા અને મારા પરિવાર માટે મુશ્કેલ રહ્યા છે. પાયાવિહોણા સમાચારો, તથ્ય તપાસ વિનાના સમાચારો અને અજાણ્યા ટ્રોલ્સ દ્વારા મારા ચારિત્ર્યને કલંકિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મેં મારું નામ અને ઓળખ બનાવવા માટે વર્ષો સુધી સખત મહેનત કરી. મારા મૌનને શક્તિ માનવું જોઈએ, નબળાઈ નહીં. સોશિયલ મીડિયા પર નકારાત્મકતા સરળતાથી ફેલાવી શકાય છે. પરંતુ બીજાની સાથે આગળ વધવા માટે હિંમતની જરૂર પડે છે. મેં મારા સત્ય પર અડગ રહીને આગળ વધવાનું નક્કી કર્યું. સત્યને પુરાવાની જરૂર નથી.’ જોકે, ચહલ કે ધનશ્રીએ હજુ સુધી છૂટાછેડાની અફવાઓને નકારી નથી. ધનશ્રીએ માત્ર ટ્રોલ્સને જ જવાબ આપ્યો છે.
ચહલે ધનશ્રી સાથેનો ફોટો સોશિયલ મીડિયા પરથી ડિલીટ કર્યો હતો.
યુઝવેન્દ્ર ચહલે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી પત્ની ધનશ્રી સાથેની તમામ તસવીરો ડિલીટ કરી દીધી છે. આ પછી, તેમના છૂટાછેડાની અફવાઓ તેજ થઈ ગઈ હતી, આ સ્ટાર કપલે એકબીજાને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો પણ કરી દીધા હતા. સોશિયલ મીડિયા પર આ સમાચાર જંગલની આગની જેમ ફેલાઈ ગયા હતા કે બંને ટૂંક સમયમાં છૂટાછેડા લેવાના છે.
ડાન્સ ક્લાસમાં એકબીજાની નજીક આવ્યા
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માએ ડાન્સ ક્લાસમાં એકબીજાની નજીક આવ્યા પછી ડેટિંગ કરવાનું શરૂ કર્યું. આ પછી જ્યારે ચહલે તેના પરિવારને ધનશ્રી વિશે જણાવ્યું તો તેઓ પણ તરત જ તેના માટે રાજી થઈ ગયા. ધનશ્રીનો પરિવાર પણ આ સંબંધ માટે તૈયાર હતો. બંનેની સગાઇ સેરેમની લોકડાઉન દરમિયાન થઈ હતી. બંનેએ સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર સગાઇ સેરેમનીની તસવીરો શેર કરીને ચાહકોને તેમના સંબંધો વિશે જણાવ્યું હતું. ચહલ અને ધનશ્રીના લગ્ન 22 ડિસેમ્બર 2020ના રોજ ગુરુગ્રામમાં થયા હતા. તેણે સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી હતી.