IND vs PAK: વિરાટ કોહલીએ ઇતિહાસ રચ્યો! સૌથી વધુ કેચ લેનાર ભારતીય ખેલાડી બન્યો
IND vs PAK : ભારત-પાકિસ્તાન મેચમાં વિરાટ કોહલીએ મોટો ચમત્કાર કર્યો. તેણે ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડી મોહમ્મદ અઝહરુદ્દીનનો રેકોર્ડ તોડ્યો. વિરાટ કોહલી ODI ફોર્મેટમાં ભારત માટે સૌથી વધુ કેચ લેનાર ખેલાડી બની ગયો છે. વિરાટ પહેલા ભારત માટે સૌથી વધુ કેચ મોહમ્મદ અઝહરુદ્દીને લીધા હતા. પરંતુ હવે વિરાટ કોહલી આ યાદીમાં આગળ નીકળી ગયો છે.
વિરાટ કોહલીનો જાદુ
પાકિસ્તાન સામે કેચ પકડ્યા પછી વિરાટ કોહલીના નામે એક મોટો ચમત્કાર નોંધાઈ ગયો. વિરાટ કોહલી હવે ૧૫૭ કેચ સાથે વનડેમાં ભારતનો સૌથી સફળ ફિલ્ડર બની ગયો છે. જ્યારે મોહમ્મદ અઝહરુદ્દીનના નામે વનડેમાં ૧૫૬ કેચ છે.
https://twitter.com/mufaddal_vohra/status/1893641010988646555
વિરાટે બાંગ્લાદેશ સામે અઝહરુદ્દીનના રેકોર્ડની બરાબરી કરી હતી. જોકે, આ મેચમાં વિરાટ કોહલીએ 2 કેચ લીધા હતા અને હવે તેના નામે વનડેમાં 158 કેચ છે.