India vs England Test 2025: 20 જૂને લીડ્સમાં શરૂ થનારી પ્રથમ ટેસ્ટ પહેલા BCCIએ ટીમમાં ફેરફારની જાહેરાત કરી
હર્ષિત રાણાની પસંદગીથી દરેક ચોંકી ગયા
India vs England Test 2025:BCCI દ્વારા જાહેર કરાયેલ નિવેદન મુજબ, “પુરુષોની પસંદગી સમિતિએ લીડ્સમાં ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ માટે ભારતીય ટીમમાં હર્ષિત રાણાનો સમાવેશ કર્યો છે.” રાણા પહેલાથી જ ઇંગ્લેન્ડમાં હાજર હતો અને ઇન્ટ્રા-સ્ક્વોડ તેમજ ઇંગ્લેન્ડ લાયન્સ સામે મેચ પણ રમી હતી. તેણે તાજેતરમાં ઇન્ડિયા A માટે સારું પ્રદર્શન કર્યું છે અને હવે મુખ્ય ટીમ સાથે જોડાઈ ગયો છે.
23 વર્ષના હર્ષિતે ગયા વર્ષે ઓસ્ટ્રેલિયા સામે BGT સિરીઝમાં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું અને તે અત્યારસુધી 3 ઇનિંગ્સમાં 3 વિકેટ લઈ ચૂક્યો છે. તેની પસંદગીથી સ્પષ્ટ થાય છે કે ટીમ મેનેજમેન્ટ યુવા ખેલાડીઓને તક આપવા માટે તૈયાર છે.
પ્લેઇંગ XIમાં મળશે તક?
હર્ષિત રાણાની પસંદગીથી હવે પ્રશ્ન એ છે કે શું તેને સીધો પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળશે? હાલમાં ટીમમાં જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, અર્શદીપ સિંહ અને આકાશ દીપ જેવા પેસ બોલર્સ ઉપલબ્ધ છે. પાકું છે કે તેને મજબૂત સ્પર્ધા મળશે.
ભારતની અપડેટ કરેલી સ્ક્વોડ – IND vs ENG 1લી ટેસ્ટ
કેપ્ટન: શુભમન ગિલ
વાઈસ-કેપ્ટન/વિકેટકીપર: ઋષભ પંત
યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદરશન, અભિમન્યુ ઈશ્વરન, કરુણ નાયર, નીતિશ રેડ્ડી
રવિન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર
જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણ, આકાશ દીપ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, હર્ષિત રાણા
લાઇવ ટેલિકાસ્ટ અને સ્ટ્રીમિંગ વિગતો
IND vs ENG પહેલી ટેસ્ટ મેચનું લાઇવ ટેલિકાસ્ટ સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર થશે. લાઇવ સ્ટ્રીમિંગ માટે જિયોહોટસ્ટાર ઉપલબ્ધ રહેશે. ટોસ બપોરે 3:00 વાગે અને મેચ 3:30 વાગે શરૂ થશે (ભારતીય સમય મુજબ).