ગુરુવારે, IPL 2023 ની 9મી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. આ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યે રમાશે. જ્યારે કેકેઆર આ સીઝનમાં તેમની પ્રથમ જીતની શોધમાં છે, ત્યારે બેંગલોર તેનો વિજય રથ આગળ વધારવા માંગે છે. હાલમાં આ મેચમાં બંને ટીમ પોતાની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરી શકે છે.
KKRને આ સીઝનની પ્રથમ મેચમાં પંજાબ કિંગ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. તો આરસીબીએ પાંચ વખતની વિજેતા ટીમ મુંબઈ ઈન્ડિયન્સને હરાવીને પ્રથમ જીત મેળવી હતી. ઇંગ્લેન્ડના બેટ્સમેન જેસન રોય નીતિશ રાણાની કેપ્ટન્સીમાં આરસીબી સામેની મેચમાં પ્લેઇંગ ઇલેવનમાં સામેલ થઈ શકે છે. KKRએ 2.80 કરોડ રૂપિયામાં શ્રેયસ અય્યરની જગ્યાએ જેસન રોયને ટીમમાં સામેલ કર્યો છે. બીજી તરફ ડેવિડ વિલીને બેંગ્લોર ટીમમાં રીસ ટોપ્લીની જગ્યાએ પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા મળી શકે છે.
બંને ટીમો પોતાના ખેલાડીઓની ઈજાના કારણે શરૂઆતથી જ પરેશાન છે. જ્યારે નિયમિત કેપ્ટન શ્રેયસ ઐયરની ઈજાને કારણે KKRને મોટો આંચકો લાગ્યો છે, ત્યારે RCBમાં પણ જોશ હેઝલવુડ, રીસ ટોપ્લી જેવા ખેલાડીઓએ ઈજાગ્રસ્ત થઈને ટીમની મુશ્કેલીઓ વધારી દીધી છે.
કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચનું લાઈવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ પર થશે. જ્યારે મેચનું લાઈવ સ્ટ્રીમિંગ Jio સિનેમા પર ઉપલબ્ધ રહેશે.
કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમની પીચ ટોસની દૃષ્ટિએ ઘણી મહત્વની છે. ઉપરાંત, આ પીચ બેટ્સમેનો માટે અનુકૂળ માનવામાં આવે છે. જોકે, જેમ-જેમ મેચ આગળ વધશે તેમ તેમ અહીં બોલ સ્પિન થશે જે સ્પિનરોને મદદ કરશે.
બંને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન
કોલકત્તા
રહેમાનુલ્લા ગુરબાઝ, મનદીપ સિંહ, અનુકુલ રોય/જેસન રોય, નીતિશ રાણા, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, શાર્દુલ ઠાકુર, સુનીલ નારાયણ, ટિમ સાઉથી, ઉમેશ યાદવ, વરુણ ચક્રવર્તી.
આરસીબી
વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ, ગ્લેન મેક્સવેલ, માઇકલ બ્રેસવેલ, શાહબાઝ અહેમદ, દિનેશ કાર્તિક, કર્ણ શર્મા, હર્ષલ પટેલ, ડેવિડ વિલી, આકાશ દીપ, મોહમ્મદ સિરાજ.