ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની શરૂઆત પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. KKRએ શ્રેયસ અય્યરની ગેરહાજરીમાં 29 વર્ષીય નીતિશ રાણાને ટીમની કપ્તાની સોંપી છે. શ્રેયસ અય્યર હાલમાં પીઠની ઈજાથી ઝઝૂમી રહ્યો છે અને તે આઈપીએલ 2023ની સમગ્ર સીઝનમાંથી બહાર થઈ જશે તેવી અપેક્ષા છે. IPL 2023માં કોલકાતાએ તેની પ્રથમ મેચ 1 એપ્રિલે પંજાબ કિંગ્સ સામે રમવાની છે.
કોલકાતા નાઈટ રાઈડર્સે આશા વ્યક્ત કરી હતી કે શ્રેયસ આઈપીએલ 2023ની કેટલીક મેચો માટે ચોક્કસપણે ઉપલબ્ધ રહેશે. KKRએ એક નિવેદનમાં કહ્યું, ‘અમે ભાગ્યશાળી અનુભવીએ છીએ કે નીતીશને વ્હાઇટ-બોલ ક્રિકેટમાં પોતાના રાજ્યની કેપ્ટનશિપ કરવાનો અનુભવ છે અને તે 2018થી KKR સાથે સંકળાયેલ છે, આશા છે કે તે શાનદાર પ્રદર્શન કરશે.’
KKR: નીતિશ રાણા 8મો કેપ્ટન:
- સૌરવ ગાંગુલી – 27 મેચ, 13 જીત, 14 હાર
- બ્રેન્ડન મેક્કુલમ – 13 મેચ, 3 જીત, 9 હાર, 1 ટાઈ
- ગૌતમ ગંભીર – 122 મેચ, 69 જીત, 51 હાર, 1 ટાઈ, 1 પરિણામ નથી
- જેક કાલિસ – 2 મેચ, 1 જીત, 1 હાર
- દિનેશ કાર્તિક – 37 મેચ, 19 જીત, 17 હાર, 1 ટાઈ
6, ઇઓન મોર્ગન – 24 મેચ, 11 જીત, 12 હાર, 1 ટાઈ
- શ્રેયસ અય્યર – 14 મેચ, 6 જીત, 8 હાર
KKRએ વધુમાં કહ્યું, ‘અમને એ પણ વિશ્વાસ છે કે મુખ્ય કોચ ચંદ્રકાંત પંડિત અને સપોર્ટ સ્ટાફના નેતૃત્વમાં તેને મેદાનની બહાર તમામ જરૂરી સપોર્ટ મળશે. આ સાથે ટીમમાં હાજર અનુભવી ખેલાડીઓ તેને પૂરો સાથ આપશે, જેની નીતીશને મેદાન પર જરૂર પડી શકે છે. અમે તેને તેની નવી ભૂમિકા માટે શુભકામનાઓ પાઠવીએ છીએ અને શ્રેયસને સંપૂર્ણ અને ઝડપી સ્વસ્થ થવાની ઈચ્છા કરીએ છીએ.
IPL 2023 માટે તમામ ટીમોના કેપ્ટન:
મુંબઈ ઈન્ડિયન્સ – રોહિત શર્મા
ગુજરાત ટાઇટન્સ – હાર્દિક પંડ્યા
કોલકાતા નાઈટ રાઈડર્સ – નીતિશ રાણા
ચેન્નાઈ સુપર કિંગ્સ – એમએસ ધોની
પંજાબ કિંગ્સ – શિખર ધવન
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર – ફાફ ડુ પ્લેસિસ
લખનૌ સુપર જાયન્ટ્સ – કેએલ રાહુલ
રાજસ્થાન રોયલ્સ – સંજુ સેમસન
સનરાઇઝર્સ હૈદરાબાદ – એઇડન માર્કરામ
નીતિશ રાણાનો IPL રેકોર્ડ
નીતિશ રાણા જમણા હાથનો મિડલ ઓર્ડર બેટ્સમેન છે. નીતિશ રાણા અત્યાર સુધીમાં 91 IPL મેચ રમી ચૂક્યા છે. આ દરમિયાન તેણે 85 ઇનિંગ્સમાં 2181 રન બનાવ્યા છે. IPLમાં નીતિશની એવરેજ 28.32 અને સ્ટ્રાઈક રેટ 134.22 છે. નીતિશે IPLમાં 15 અડધી સદી ફટકારી છે. કોલકાતા ઉપરાંત નીતિશ રાણા મુંબઈ ઈન્ડિયન્સ તરફથી પણ આઈપીએલ રમી ચૂક્યા છે.
કોલકાતા નાઈટ રાઈડર્સનું સંપૂર્ણ શેડ્યૂલ:
1 એપ્રિલ વિ. પંજાબ કિંગ્સ, પીસીએ સ્ટેડિયમ, બપોરે 3.30 કલાકે
6 એપ્રિલ વિ. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, ઈડન ગાર્ડન્સ, સાંજે 7.30
9 એપ્રિલ, વિ. ગુજરાત ટાઇટન્સ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, બપોરે 3.30 કલાકે
14 એપ્રિલ વિ. સનરાઈઝર્સ હૈદરાબાદ, ઈડન ગાર્ડન્સ, સાંજે 7.30 કલાકે
16 એપ્રિલ, વિ. મુંબઈ ઈન્ડિયન્સ, વાનખેડે સ્ટેડિયમ, બપોરે 3.30 કલાકે
20 એપ્રિલ વિ. દિલ્હી કેપિટલ્સ, અરુણ જેટલી સ્ટેડિયમ, સાંજે 7.30 કલાકે
23 એપ્રિલ વિ ચેન્નાઈ સુપર કિંગ્સ, ઈડન ગાર્ડન્સ, સાંજે 7.30
26 એપ્રિલ વિ. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ
29 એપ્રિલ વિ. ગુજરાત ટાઇટન્સ, ઇડન ગાર્ડન્સ, બપોરે 3.30 કલાકે
04 મે vs સનરાઇઝર્સ હૈદરાબાદ, રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ
08 મે વિ પંજાબ કિંગ્સ, ઈડન ગાર્ડન્સ, સાંજે 7.30
11 મે વિ રાજસ્થાન રોયલ્સ, ઈડન ગાર્ડન્સ, સાંજે 7.30
14 મે વિ ચેન્નાઈ સુપર કિંગ્સ, એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ, સાંજે 7.30
20 મે વિ. લખનૌ સુપર જાયન્ટ્સ, ઈડન ગાર્ડન્સ, સાંજે 7.30 કલાકે