Neeraj Chopra દોહા ડાયમંડ લીગ 2025: 90 મીટર પાર કરનાર પ્રથમ ભારતીય બન્યા
Neeraj Chopra ભારતના ઓલિમ્પિક ચેમ્પિયન અને વિશ્વવિજેતા ભાલા ફેંકવીર નીરજ ચોપરાએ દોહા ડાયમંડ લીગ 2025 દરમિયાન 90.23 મીટરનો ભવ્ય થ્રો કરીને ઈતિહાસ રચ્યો. આ સાથે જ તેઓ 90 મીટર પાર કરનાર પ્રથમ ભારતીય બન્યા. છતાં પણ, તેઓ આ સ્પર્ધામાં વિજયી બની શક્યા નહીં. છેલ્લી ક્ષણે જર્મન ખેલાડી જુલિયન વેબરે તેમની પાછળથી આવીને વધુ મોટો થ્રો ફેંકી લીધો અને ચેમ્પિયન બન્યા.
જુલિયન વેબરના અંતિમ થ્રોએ બદલ્યા મેચના હિસાબો
સ્પર્ધાના અંતિમ રાઉન્ડ સુધી નીરજ ચોપરા આગળ રહ્યા હતા. તેમનો 90.23 મીટરનો થ્રો સ્પર્ધાનું શ્રેષ્ઠ પરિણામ લાગતું હતું. પરંતુ અંતિમ ક્ષણોમાં જુલિયન વેબરે પોતાની સંપૂર્ણ શક્તિ સાથે 91.06 મીટરનો વિસ્ફોટક થ્રો કર્યો, જે નીરજના રેકોર્ડને પછાડતો ગયો. પરિણામે, નીરજને બીજા સ્થાને સંતોષ માનવો પડ્યો.
ઈતિહાસ રચનાર 25મો ખેલાડી
આ સાથે નીરજ વિશ્વભરના ભાલા ફેંક ઇતિહાસમાં 90 મીટરનો આંકડો વટાવનાર માત્ર 25મો એથલિટ બન્યો. આ પહેલાં ભારતીય રેકોર્ડ પણ પોતાનો જ હતો—89.94 મીટર, જે તેમણે સ્ટોકહોમ ડાયમંડ લીગમાં કર્યો હતો. આમ, તેઓ સતત પોતાનો સ્તર ઊંચો લઈ જઈ રહ્યા છે.
THE HISTORIC MOMENT.
– Neeraj Chopra breaching the 90m mark with a 90.23m throw. pic.twitter.com/FFTnyWGaNs
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 16, 2025
નવા કોચ સાથે નવી શરુઆત
દોહા ડાયમંડ લીગ 2025 ની ખાસ વાત એ રહી કે નીરજે આ સ્પર્ધામાં પોતાના નવા કોચ યાન ઝેલેઝનીની માર્ગદર્શનમાં ભાગ લીધો. અગાઉના કોચ ક્લાઉસ બાર્ટોનીટ્ઝને બદલ્યા બાદ, નવા કોચ સાથે નીરજનો આ પહેલો મેજર ઇવેન્ટ હતો અને તેમણે તુરંતજ ઇતિહાસ રચી દીધો.
અન્ય ભારતીય ખેલાડીનું પણ પ્રદર્શન
આ સ્પર્ધામાં બીજી બાજુ ભારતીય ખેલાડી કિશોર જેનાએ પણ ભાગ લીધો. તેમનો શ્રેષ્ઠ થ્રો 78.6 મીટર રહ્યો અને તેઓ આસ્પર્ધામાં 8મું સ્થાન મેળવી શક્યા.