Olympics 2028 મુંબઈમાં ચાલી રહેલી ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીની બેઠકમાં વર્ષ 2028માં અમેરિકાના લોસ એન્જલસમાં યોજાનારી ઓલિમ્પિક ગેમ્સમાં ક્રિકેટને સત્તાવાર રીતે સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઓલિમ્પિક ગેમ્સમાં ક્રિકેટ ઉપરાંત 4 અન્ય રમતોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે ક્રિકેટ 128 વર્ષ બાદ ઓલિમ્પિક ગેમ્સમાં પરત ફરી રહ્યું છે.
