Para Athletics World Championships 2025: ભારતને પેરા એથ્લેટિક્સ વર્લ્ડ ચેમ્પિયનશિપ 2025માં હોસ્ટિંગ કરવાની તક મળશે
Para Athletics World Championships 2025: ભારતને પેરા એથ્લેટિક્સ વર્લ્ડ ચેમ્પિયનશિપ 2025 ના હોસ્ટિંગ અધિકારો આપવામાં આવ્યા છે, જે દિલ્હીમાં યોજાશે. તે વિશ્વની સૌથી મોટી પેરા સ્પોર્ટ્સ ઈવેન્ટ્સમાંની એક છે, જેમાં વિશ્વભરના 100 થી વધુ પેરા એથ્લેટ્સ ભાગ લેશે. આ પ્રતિષ્ઠિત ચેમ્પિયનશિપનું આયોજન 26 સપ્ટેમ્બર 2025 થી 5 ઓક્ટોબર 2025 દરમિયાન જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં કરવામાં આવશે.
પેરા એથ્લેટિક્સ વર્લ્ડ ચેમ્પિયનશિપની યજમાની કરનાર ભારત એશિયાનો ચોથો દેશ બનશે, કતાર, UAE અને જાપાન અગાઉ તેની યજમાની કરી ચૂક્યા છે. આ ઉપરાંત ભારતને પ્રથમ વખત વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિકસનું આયોજન કરવાનું પણ મળ્યું છે, જે 11 માર્ચથી 13 માર્ચ દરમિયાન યોજાશે.
છેલ્લી બે ચેમ્પિયનશીપમાં ભારતનું પ્રદર્શન
ભારતીય પેરા એથ્લેટ્સે છેલ્લી બે પેરા એથ્લેટિક્સ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, ખાસ કરીને જાપાનના કોબેમાં યોજાયેલી 2019 ચેમ્પિયનશિપમાં, જ્યાં ભારતે 17 મેડલ જીત્યા હતા. જોકે, કતારમાં યોજાયેલી છેલ્લી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમ માત્ર 2 મેડલ જીતી શકી હતી.
હવે ભારતને 2025માં આ ઈવેન્ટની યજમાની કરવાની તક મળશે અને તે ભારતીય પેરા એથ્લેટ્સ માટે એક મોટો પડકાર અને ગર્વની ક્ષણ પણ છે.