Paris Paralympics 2024: માનસી જોશી તેની પ્રથમ બેડમિન્ટન મેચ હારી ગઈ
Paris Paralympics 2024: પેરિસ પેરાલિમ્પિક્સ 2024 ભારત માટે ખૂબ જ ઐતિહાસિક બનવા જઈ રહ્યું છે. આ વર્ષની પેરાલિમ્પિક્સમાં ભારત તરફથી સૌથી મોટી ટુકડી મોકલવામાં આવી છે, જેમાં કુલ 84 એથ્લેટ્સનો સમાવેશ થાય છે. આ ખેલાડીઓ કુલ 12 રમતોમાં ભાગ લેશે. ભારતીય એથ્લેટ્સ આજથી એટલે કે ગુરુવાર, 29 ઓગસ્ટથી અભિયાન શરૂ કરશે. પ્રથમ દિવસે, ભારતીય રમતોની શરૂઆત પેરા બેડમિન્ટનથી થશે, જેમાં ઘણા ખેલાડીઓ એક્શનમાં જોવા મળશે.
આ ઉપરાંત ભારતીય એથ્લેટ્સ પેરા શૂટિંગ, પેરા ટેકવોન્ડો, પેરા સાયકલિંગ, પેરા સ્વિમિંગ અને પેરા ટેબલ ટેનિસમાં પણ એક્શનમાં જોવા મળશે.
જોકે, પ્રથમ દિવસે કોઈ મેડલ મેચ નહીં હોય. સરિતા અને શીતલ દેવી મહિલા કમ્પાઉન્ડ ઓપન કેટેગરીમાં રમશે. આ સિવાય બેડમિન્ટનમાં ક્રિષ્ના નાગર અને હરવિંદર સિંહ સહિત અન્ય ખેલાડીઓની એક્શન જોવા મળશે.
ટોક્યો પેરાલિમ્પિકમાં 19 મેડલ આવ્યા
તમને જણાવી દઈએ કે આ પહેલા ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓએ કુલ 19 મેડલ જીત્યા હતા જેમાં 5 ગોલ્ડ, 8 સિલ્વર અને 6 બ્રોન્ઝ સામેલ હતા. મેડલ ટેલીમાં ભારત 24માં સ્થાને છે. ભારતે ટોક્યોમાં પેરાલિમ્પિકમાં સૌથી વધુ મેડલ જીતવાનો રેકોર્ડ બનાવ્યો હતો. હવે આ વખતે ભારતીય ખેલાડીઓ 19 મેડલનો આંકડો પાર કરે તેવી અપેક્ષા રાખવામાં આવશે
માનસી જોશી પ્રથમ મેચ હારી ગઈ
માનસી જોશી પેરાલિમ્પિક્સ 2024ની સિંગલ્સ મહિલા બેડમિન્ટન L3 સ્પર્ધામાં 21-16, 13-21, 18-21થી હારી ગઈ છે. આ ગ્રુપ Aની મેચ હતી, જેમાં માનસીનો યુક્રેનની ઓકસાના સાથે મેચ થવાની બાકી છે. માનસી હજુ પણ ઓકસાનાને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં એન્ટ્રી મેળવી શકે છે.
માનસી જોશી બીજી ગેમ હારી ગઈ
ભારતની માનસી જોશી પેરા બેડમિન્ટનની મહિલા સિંગલ SL3ની ગ્રુપ A મેચમાં બીજી ગેમ હારી ગઈ હતી. ભારતીય શટલરને ઇન્ડોનેશિયાની કોનિતા ઇખ્તિયાર સ્યાકુરોહ સામે 13-21થી હારનો સામનો કરવો પડ્યો હતો. માનસીએ પ્રથમ મેચ 21-16થી જીતી હતી. હવે બંને વચ્ચે ત્રીજી મેચ રમાઈ રહી છે.