Portugal રોનાલ્ડોની વોલીથી બરાબરી, પછી પેનલ્ટીમાં વિજય; ભાવુક રોનાલ્ડોએ સંન્યાસ અંગે સંકેત આપ્યો
Portugal યુરોપિયન ફૂટબોલના આક્રમક મુકાબલામાં પોર્ટુગલે સ્પેનને પેનલ્ટી શૂટઆઉટમાં 5-3થી હરાવીને UEFA નેશન્સ લીગનો ખિતાબ બીજી વખત જીતી લીધો. આ જીત સાથે પોર્ટુગલ આ ટૂર્નામેન્ટ બે વખત જીતનાર પ્રથમ દેશ બની ગયો છે. મ્યુનિકમાં રમાયેલી ફાઈનલ બાદ સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ભાવુક થઈ ગયા હતા.
મેચની શરૂઆતથી જ બંને ટીમો આક્રમક મુડમાં હતી. સ્પેને 21મી મિનિટે પહેલો ગોલ કર્યો, જ્યારે પોર્ટુગલે 26મી મિનિટે નુનો મેન્ડેસના ગોલથી તરત બરાબરી મેળવી. પહેલા હાફના અંતે ઓયાર્ઝાબાલે સ્પેનને ફરી લીડ આપી હતી.
બીજા હાફમાં પોર્ટુગલ તરફથી substitutions થયા અને 61મી મિનિટે રોનાલ્ડોએ શાનદાર વોલી મારફતે સ્કોર 2-2 કરી દીધું. આ તેમના કારકિર્દીનો 938મો ગોલ હતો. કેટલાક સમય બાદ રોનાલ્ડોને ઈજાને કારણે મેદાન છોડવું પડ્યું. તેમ છતાં પોર્ટુગલએ વધારે મક્કમ રમણશૈલી દાખવી.
એક્સ્ટ્રા ટાઈમમાં બંને ટીમો ગોલ કરવા નિષ્ફળ રહી, પરિણામે પેનલ્ટી શૂટઆઉટનો માર્ગ અપનાવવો પડ્યો. અહીં પોર્ટુગલના ગોલકીપર ડિઓગો કોસ્ટાએ મોરાટાની પેનલ્ટી બચાવી અને રુબેન નેવેસે અંતિમ અને વિજયી કિક કન્વર્ટ કરી.
વિજય પછી રોનાલ્ડો ભાવુક થઈ ગયા અને મીડિયાને સંકેત આપ્યો કે તેઓ પોતાની કારકિર્દીના અંતની નજીક છે. તેમણે કહ્યું, “હું જાણું છું કે હવે હું કારકિર્દીના અંતમાં છું, પરંતુ હજુ પણ હું રમવાનો આનંદ લઈ રહ્યો છું. જો ઈજા નહીં થાય તો ચાલુ રાખીશ.”
આ જીત પોર્ટુગલ માટે ઈતિહાસ બની રહી છે અને રોનાલ્ડો માટે એક ભાવનાત્મક ક્ષણ.