T20 World Cup: T20 વર્લ્ડ કપ 2024 ની બીજી સેમિફાઇનલ મેચ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ભારતે છેલ્લા T20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ પાસેથી બદલો લઈ લીધો હતો. વાસ્તવમાં, ભારતીય ટીમ સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડને હરાવીને T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં જગ્યા બનાવવામાં સફળ રહી છે. આ મેચમાં બોલરોએ શાનદાર બોલિંગ કરી હતી. આ સાથે જસપ્રિત બુમરાહે વિકેટ લઈને આરપી સિંહ અને રવિચંદ્રન અશ્વિનને એક રેકોર્ડમાં પાછળ છોડી દીધો છે. આ ખાસ રેકોર્ડમાં અર્શદીપ સિંહ ટોપ પર છે. આ રેકોર્ડ T20 વર્લ્ડ કપમાં ભારત તરફથી સૌથી વધુ વિકેટ લેવાનો બોલરોનો રેકોર્ડ છે.
T20 વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર અર્શદીપ સિંહે
હવે ICC T20 વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ બનાવી લીધો છે. અર્શદીપ સિંહે T20 વર્લ્ડ કપ 2024ની 11મી સુપર-8 મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ત્રણ વિકેટ લઈને આ સિદ્ધિ મેળવી હતી. આ પછી બીજા નંબર પર જસપ્રીત બુમરાહ છે. આરપી સિંહ ત્રીજા નંબર પર અને રવિચંદ્રન અશ્વિન ચોથા નંબર પર છે.
અર્શદીપ સિંહ
T20 વર્લ્ડ કપ 2024માં અર્શદીપ સિંહે ફાઈનલ મેચ પહેલા 7 મેચ રમી છે. આ 7 મેચમાં તેણે 7.50ની ઈકોનોમીથી 15 વિકેટ ઝડપી છે.
જસપ્રિત બુમરાહ
જસપ્રિત બુમરાહે પણ ફાઈનલ મેચ પહેલા T20 વર્લ્ડ કપ 2024માં 7 મેચ રમી છે. આ 7 મેચમાં તેણે 4.12ની ઈકોનોમી સાથે 13 વિકેટ લીધી છે.
આરપી સિંહ
આરપી સિંહે ટી20 વર્લ્ડ કપ 2007માં 7 મેચ રમી હતી. આ 7 મેચમાં તે 6.33ની ઈકોનોમી સાથે 12 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો.
રવિચંદ્રન અશ્વિન
રવિચંદ્રન અશ્વિને T20 વર્લ્ડ કપ 2014માં 6 મેચ રમી હતી. આ 6 મેચમાં તેણે 5.35ની ઈકોનોમી સાથે 11 વિકેટ ઝડપી હતી.