T20 World Cup: T20 વર્લ્ડ કપ 2024 ની 19મી મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે થવા જઈ રહી છે. ચાહકો આતુરતાથી મેચની રાહ જોઈ રહ્યા છે. આ મેચમાં અનુભવી અમ્પાયરોની ટીમ મેદાનમાં ઉતરશે.
T20 વર્લ્ડ કપ 2024ની મોટી મેચ 09 જૂનના રોજ યોજાવા જઈ રહી છે. વાસ્તવમાં, T20 વર્લ્ડ કપ 2024ની 19મી મેચ 09 જૂને રમાશે, જેમાં ભારત અને પાકિસ્તાન આમને-સામને થશે. આ મેચ ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. જેની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો, ભારત અને પાકિસ્તાનની મેચમાં કોણ હશે અમ્પાયર?
ભારત અને પાકિસ્તાન મેચમાં કોણ હશે અમ્પાયર?
આ ઐતિહાસિક મેચમાં અનુભવી અમ્પાયરોની ટીમ મેદાનમાં ઉતરશે. રિચર્ડ ઇલિંગવર્થ અને રોડની ટકર મેદાનમાં અમ્પાયર કરશે, જ્યારે ક્રિસ ગેફની ત્રીજા અમ્પાયર તરીકે અને શાહિદ સૈકત ચોથા અમ્પાયર તરીકે કામ કરશે. મેચ રેફરીની જવાબદારી ડેવિડ બૂનની રહેશે.
Richard Illingworth: રિચર્ડ ઇલિંગવર્થે 300 આંતરરાષ્ટ્રીય મેચોમાં અમ્પાયર અથવા રેફરીની ભૂમિકા ભજવી છે. જેમાં 99 ટેસ્ટ મેચ, 160 ODI મેચ અને 41 T20 મેચ સામેલ છે.
Rodney Tucker: રોડની ટકરે 369 આંતરરાષ્ટ્રીય મેચોમાં અમ્પાયર અથવા રેફરીની ભૂમિકા ભજવી છે. જેમાં 122 ટેસ્ટ મેચ, 169 ODI અને 78 T20 મેચ સામેલ છે.
Chris Gaffney: ક્રિસ ગેફનીએ 273 આંતરરાષ્ટ્રીય મેચોમાં અમ્પાયર અથવા રેફરીની ભૂમિકા ભજવી છે. જેમાં 84 ટેસ્ટ મેચ, 129 ODI અને 60 T20 મેચ સામેલ છે.
Shahid Saikat: શાહિદ સૈકતે 184 આંતરરાષ્ટ્રીય મેચોમાં અમ્પાયર અથવા રેફરીની ભૂમિકા ભજવી છે. જેમાં 15 ટેસ્ટ મેચ, 100 ODI અને 69 T20 મેચ સામેલ છે.
David Boon: ડેવિડ બૂને 359 આંતરરાષ્ટ્રીય મેચોમાં અમ્પાયર અથવા રેફરીની ભૂમિકા ભજવી છે. જેમાં 76 ટેસ્ટ મેચ, 176 ODI અને 107 T20 મેચ સામેલ છે.
India vs Pakistan Head to Head
T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન 7 વખત સામસામે આવી ચૂક્યા છે. આમાં ભારતે 5 મેચ જીતી છે જ્યારે પાકિસ્તાન માત્ર એક મેચ જીત્યું છે. એક મેચ ટાઈ રહી હતી. જોકે આ મેચ ભારતે જ જીતી હતી.