Tatjana Maria: ક્વોલિફાયર બની વિજેતા બનીએર 43માં સ્થાને પહોંચી તત્જાના મારિયાએ ઉમર અને માતૃત્વની મર્યાદાઓ તોડી નાખી
Tatjana Maria:જર્મન ખેલાડી તત્જાના મારિયાએ ક્વીન્સ WTA 500 ટુર્નામેન્ટ જીતીને અને WTA રેન્કિંગમાં 43 સ્થાનોનો ઉછાળો મેળવીને ટેનિસ ઇતિહાસમાં સ્થાન બનાવ્યું છે. નવા અઠવાડિયાના WTA રેન્કિંગ અનુસાર, 37 વર્ષની અને બે બાળકોની માતા તત્જાના મારિયા હવે 43મા સ્થાને છે, જે તેનો કારકિર્દી શ્રેષ્ઠ 42મા સ્થાનથી માત્ર એક પગથિયો દૂર છે.
ક્વીન્સ ટુર્નામેન્ટમાં તત્જાના મારિયા ક્વોલિફાઇંગ રાઉન્ડમાંથી મુખ્ય ડ્રોમાં પ્રવેશી હતી અને ફાઇનલમાં અમેરિકન ખેલાડી અમાન્ડા અનિસિમોવાને 6-3, 6-4થી પરાજિત કરી ચેમ્પિયન બની હતી. આ સાથે તે WTA 500 શ્રેણીની સૌથી નીચા રેન્ક ધરાવતી વિજેતા બનવા સાથે સાથે, 52 વર્ષમાં ક્વીન્સ જીતનાર પ્રથમ મહિલા બની.
આ સિદ્ધિ માત્ર એક ખેલાડીની જીત નહિ પણ ટેનિસમાં સતત મહેનત, ધીરજ અને માવજતશીલતા માટેનું પ્રતિક છે. મારિયાની આ સિદ્ધિ એવી સમયે આવી છે, જ્યારે ટોચના ખેલાડીઓમાં અનેક ફેરફાર થઈ રહ્યા છે.
ટોચના ત્રણ સ્થાન આર્યના સબાલેન્કા (11,553 પોઇન્ટ્સ), કોકો ગૌફ (8,083 પોઇન્ટ્સ), અને જેસિકા પેગુલા (6,483 પોઇન્ટ્સ) માટે યથાવત છે. ચીનની ઝેંગ કિનવેન ચોથા સ્થાને પહોંચી ગઈ છે, જ્યારે જાસ્મિન પાઓલિની પાંચમા સ્થાને સરકી ગઈ છે.
મેડિસન કીઝ અને મિરા એન્ડ્રીવા વચ્ચે સ્થાન બદલાવ થયો છે, જ્યારે ઈગા સ્વિયાટેક ઘાસના સીઝનમાં હજુ સુધી ન રમવાના કારણે આઠમા સ્થાને ગઈ છે.
તત્જાના મારિયાની ક્વીન્સમાં આવી નોંધપાત્ર જીત WTA ઇતિહાસમાં એક અનોખું અધ્યાય લખે છે – કે મહેનત, અનુભવ અને આત્મવિશ્વાસ હોય તો ઉંમર માત્ર આંકડો બને છે.