NZ vs AFG: ન્યૂઝીલેન્ડે અફઘાનિસ્તાનને 149 રનથી હરાવ્યું. આ મેચમાં ન્યૂઝીલેન્ડ માટે બોલરો અને બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડની ટીમે 50 ઓવરમાં 288 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી વિલ યંગે 54 રનની ઇનિંગ રમી હતી. જ્યારે કેપ્ટન ટોમ લાથમે 68 રન બનાવ્યા હતા. ગ્લેન ફિલિપ્સે 71 રનની શાનદાર ઇનિંગ રમી હતી. અફઘાનિસ્તાન તરફથી મુજીબ ઉર રહેમાન અને રાશિદ ખાને એક-એક વિકેટ લીધી હતી. જ્યારે ઉમરઝાઈ અને નવીન ઉલ હકે બે-બે ખેલાડીઓને પેવેલિયન મોકલ્યા હતા.
અફઘાનિસ્તાનના બેટ્સમેનો મોટી ઇનિંગ્સ રમી શક્યા ન હતા. અફઘાન ટીમ તરફથી રહમત શાહે 36 રન બનાવ્યા હતા. તેના સિવાય અઝમતુલ્લા ઉમરઝાઈએ 27 રન બનાવ્યા હતા. હશમતુલ્લાહ શાહિદીએ 8 રન, ઇબ્રાહિમ ઝદરાને 14 રન, રાશિદ ખાને 8 રન બનાવ્યા હતા. આ ખેલાડીઓના ખરાબ પ્રદર્શનના કારણે અફઘાન ટીમ 139 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ન્યુઝીલેન્ડ તરફથી લોકી ફર્ગ્યુસન અને મિશેલ સેન્ટનરે 3-3 વિકેટ લીધી હતી. ટ્રેન્ટ બોલ્ટે 2 વિકેટ લીધી હતી. મેટ હેનરી અને રચિન રવિન્દ્રએ 1-1 વિકેટ લીધી હતી.