Shubman Gill – ODI વર્લ્ડ કપ 2023ની 17મી મેચ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં બાંગ્લાદેશના કેપ્ટન નઝમુલ હસન શાંતોએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બાંગ્લાદેશે ભારતને જીતવા માટે 257 રનનો ટાર્ગેટ આપ્યો હતો. લક્ષ્યનો પીછો કરતા ટીમ ઈન્ડિયાએ સારી શરૂઆત કરી હતી. રોહિત શર્મા અને શુભમન ગિલે પ્રથમ વિકેટ માટે 88 રનની ભાગીદારી કરી હતી. આ મેચમાં શુભમન ગીલે મોટો ચમત્કાર કર્યો છે.
વર્લ્ડ કપમાં પ્રથમ ફિફ્ટી
શુભમન ગિલ ODI વર્લ્ડ કપ 2023ની પ્રથમ બે મેચમાં રમ્યો ન હતો. તે બીમાર હતો, પરંતુ ત્યારબાદ તેણે પાકિસ્તાન સામેની મેચમાં પુનરાગમન કર્યું અને 16 રન બનાવ્યા. હવે બાંગ્લાદેશ સામેની મેચમાં તે ફુલ ફોર્મમાં જોવા મળ્યો હતો અને તેણે પોતાની બેટિંગથી બધાના દિલ જીતી લીધા હતા. તે મેચમાં 55 રન બનાવીને મેહદી હસનના બોલ પર આઉટ થયો હતો. આ તેનો પહેલો ODI વર્લ્ડ કપ છે અને તેણે ODI વર્લ્ડ કપમાં તેની પ્રથમ ફિફ્ટી ફટકારી છે.
Half-century for Shubman Gill! #TeamIndia moving along nicely in the chase at 128/1
Follow the match ▶️ https://t.co/GpxgVtP2fb#CWC23 | #INDvBAN | #MenInBlue pic.twitter.com/iUwxC7LdcL
— BCCI (@BCCI) October 19, 2023
શુભમન ગિલ શાનદાર ફોર્મમાં છે
શુભમન ગિલે વર્ષ 2023માં 22 મેચમાં 1299 રન બનાવ્યા છે, જેમાં તેણે 5 સદી અને 6 અડધી સદી ફટકારી છે. તે ખૂબ જ સારા ફોર્મમાં છે. તેણે ભારતીય ટીમ માટે ઘણી મેચો પોતાના દમ પર જીતી છે. થોડા જ સમયમાં તેના બેટની ગુંજ આખી દુનિયામાં સંભળાઈ.
ભારતને 257 રનનો ટાર્ગેટ મળ્યો હતો
બાંગ્લાદેશની ટીમે પ્રથમ બેટિંગ કરીને 256 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ માટે તંજીદ હસન અને લિટન દાસે પ્રથમ વિકેટ માટે 93 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. તંજીદે 51 રન અને લિટને 66 રનનું યોગદાન આપ્યું હતું. આ બંનેના આઉટ થયા બાદ મિડલ ઓર્ડરનો કોઈ બેટ્સમેન મોટી ઇનિંગ રમી શક્યો નહોતો અને આઉટ થયો હતો. અંતમાં મહમુદુલ્લાહે 46 રન બનાવ્યા હતા. તેના કારણે જ ટીમ સન્માનજનક સ્કોર સુધી પહોંચવામાં સફળ રહી હતી. ભારત તરફથી જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને રવીન્દ્ર જાડેજાએ 2-2 વિકેટ લીધી છે.