SS Rajamouli એ ગુસ્સામાં એક ચાહકને ધક્કો માર્યો
SS Rajamouli : તાજેતરમાં એસએસ રાજામૌલીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે ગુસ્સામાં પોતાના એક ચાહકને ધક્કો મારતો જોવા મળે છે. જોકે, આ વીડિયો સામે આવ્યા બાદથી લોકોની અલગ અલગ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.
SS Rajamouli : દક્ષિણના પ્રખ્યાત સ્ટાર કોટા શ્રીનિવાસ રાવ 13 જુલાઈએ દુનિયાને અલવિદા કહી ગયા. આ સમાચાર સામે આવતા દક્ષિણ ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છવાઈ ગયો. દુઃખના આ સમયે ઇન્ડસ્ટ્રીના ઘણા દિગ્ગજ સ્ટાર્સ તેમને શ્રદ્ધાંજલિ આપવા આવ્યા હતા, જેમાંથી એક પ્રસિદ્ધ ફિલ્મમેકર એસએસ રાજમૌલી પણ હતા. પરંતુ આ દરમિયાન રાજમૌલીનો એક વીડિયો ખુબજ વાયરલ થયો છે, જેમાં તેઓ ગુસ્સામાં એક ફેનને ઠોકર મારતા જોવા મળી રહ્યા છે.

આ સમગ્ર મામલો શું છે?
જ્યારે રાજામૌલી એક્ટરના ઘરમાંથી બહાર નીકળતા હતાં, ત્યારે એક ફેનએ તેમની સાથે સેલ્ફી લેવા માટે પ્રયત્ન કર્યો. આ દરમિયાન રાજામૌલી રોષમાં આવી ગયા અને તેમનો એક વીડિયો ઝડપી ઝડપથી વાયરલ થઇ ગયો. ફેન રાજામૌલીને ઘરમાંથી બહાર આવતાં જોઈને તેમની પાછળ પડી ગયો અને તેમની સાથે સેલ્ફી લેવા લાગી. પરંતુ જ્યારે ફેન રાજામૌલીની બાજુમાં આવ્યો, ત્યારે રાજામૌલી ગુસ્સામાં આવી ગયા અને તેને ધક્કો આપી દીધો.