શેરબજાર: GST દર ઘટાડાને કારણે ઓટો અને FMCG શેરોમાં તેજી
સેન્સેક્સ ૫૪૧ પોઈન્ટ વધીને ૮૧,૦૫૫ ના સ્તરે પહોંચ્યો, જ્યારે નિફ્ટી પણ ૧૫૨ પોઈન્ટ વધીને ૨૪,૮૭૦ ના સ્તરે ટ્રેડ કરી રહ્યો હતો. શરૂઆતના કારોબારમાં, સેન્સેક્સના ૩૦ માંથી ૨૩ શેર વધ્યા, જ્યારે માત્ર ૭ શેર લાલ નિશાનમાં રહ્યા.
બજારની વ્યાપક સ્થિતિ
એનએસઈ મિડકેપ ૧૦૦ ઈન્ડેક્સ ૦.૬૧% ના વધારા સાથે લીલા નિશાનમાં રહ્યો.
નિફ્ટી સ્મોલકેપ ૧૦૦ ઈન્ડેક્સ ૦.૬૪% ના વધારા સાથે ટ્રેડ થતો જોવા મળ્યો.
ઓટો અને એફએમસીજી શેરોમાં તેજી
- જીએસટી દરમાં ઘટાડાની સીધી અસર બજાર પર પડી.
- નિફ્ટી ઓટો ઈન્ડેક્સ ૨.૫% ઉછળીને ટોપ ગેઈનર બન્યો.
- ઓટો, એફએમસીજી, રિયલ્ટી, નાણાકીય સેવાઓ અને બેંકિંગ શેરોમાં મજબૂત ખરીદી જોવા મળી.
તે જ સમયે, મેટલ અને ઓઈલ-ગેસ સૂચકાંકો દબાણ હેઠળ રહ્યા.
કયા ઓટો શેર આગળ છે?
સ્ટોક | વર્તમાન ભાવ | % ફેરફાર |
---|---|---|
M&M | ₹3,526.50 | 7.32% |
આઈશર મોટર્સ | ₹6,589.50 | 3.42% |
TVS મોટર | ₹3,453.90 | 1.58% |
ટાટા મોટર્સ | ₹702.00 | 1.44% |
હીરો મોટોકોર્પ | ₹5,410.00 | 1.14% |
મધરસન | ₹97.50 | 1.00% |
બાલકૃષ્ણ ઇન્ડ. | ₹2,385.50 | 0.93% |
MRF | ₹1,51,530.00 | 0.65% |
બજાજ ઓટો | ₹9,170.50 | 0.60% |
બોશ લિમિટેડ | ₹41,270.00 | 0.41% |
TI ઇન્ડિયા | ₹3,053.70 | 0.32% |
ભારત ફોર્જ | ₹1,139.20 | 0.32% |
નિફ્ટીના ટોચના 5 શેરોમાં વધારો (સવારે 9:25 વાગ્યા સુધી)
- એમ એન્ડ એમ – 6.60% ઉપર
- બજાજ ફાઇનાન્સ – 4.25% ઉપર
- આઇશર મોટર્સ – 2.59% ઉપર
- નેસ્લે ઇન્ડિયા – 2.13% ઉપર
- બજાજ ફિનસર્વ – 2.10% ઉપર
નિફ્ટીના ટોચના 5 શેરોમાં ઘટાડો (સવારે 9:25 વાગ્યા સુધી)
- કોલ ઇન્ડિયા – 0.63% નીચે
- ટાટા સ્ટીલ – 0.45% નબળો
- હિન્ડાલ્કો – 0.44% નીચે
- રિલાયન્સ – 0.43% નીચે
- એટર્નલ – 0.43% ઘટ્યો
એશિયન બજારની સ્થિતિ (સવારે 9:06 વાગ્યા સુધી)
- ગિફ્ટ નિફ્ટી – 194 પોઈન્ટ ઉપર
- જાપાન નિક્કી – 492 પોઈન્ટ ઉપર
- હેંગ સેંગ – ૩૨૦ પોઈન્ટ નીચે
- સિંગાપોર સ્ટ્રેટ ટાઇમ્સ – ૦.૧૬% ઉપર
- તાઈવાન માર્કેટ – ૧૭૨ પોઈન્ટ ઉપર